← વેષવિચાર અંગ અખાના છપ્પા
જીવ અંગ
અખો
વેદ અંગ →


સ્થાવર જંગમ કેરી વાત, નિકટ દેખાડ્યું ચે સાક્ષાત;

પંચ મહાભૂત તે સ્થાવર જાણ, જંગમ ચૈતન્ય એવએદા વાણ;

એકા પિંડમાં વરતે બે, ઉગ્ર બુદ્ધે અખા જોઇ લે. ૪૫૮

સ્થાવર જંગમ કેરો ભેદ ભુદ્ધ માને કહું માને વેદ;

બહાર જોતાં નાવે પાર; પંચભૂતમાંહિ વિસ્તાર;

જંગમ પવન નીર ને તેજ, સ્થાવર આકાશ મહિ એ જ. ૪૫૯

પિંડને લેખે ચે બ્રહ્માંડ; બ્રહમા આદ્યે કીટ ને અંડ;

પ્રાક્ર્મા વિષે અધિકું ન્યૂન હોય, કારણ પ્રત્યે સમતા સઓય;

અખા એ અનુભવ હૃદે રાખ, જેની ભગવત ગીતા પૂરે સાખ. ૪૬૦

મ જોતાં ભાસે નહીં ભિન્ન, માયા ચિત્રથી ઉતરે મન;

કારણ વેધી બુદ્ધિ જ રહે, કારજ કેરું ચિત્ર ના લહે;

ચિત્ત્વિચિત્ત દ્રષ્ટેથી ગયું, ત્યારે અખા ધામા મૂળગું રહ્યુ. ૪૬૧

મૂળગે પદ તો દ્વૈત જ નથી, સ્વપ્ન ઉપાધ્ય જાગ્રત નહી રતી;

ઉત્તમ મધ્યમ કર્મકાંડ જોગ, નિદ્રાવાનને સઘળો ભોગ;

જાગતાને સ્વપ્નનાં કૃત્ય, મૂલગી વૃત્યે અખા છે વૃત્ય. ૪૬૨

પ થાતે વ્યાપ્તે સત્ય થયો, વ્યાપ્યો આપોપું ભૂલી ગયો;

ચતુર પુરુષ જેમ શીતળ થયો, સ્વસ્વરૂપ તેને વિસરી ગયો;

અખા નિજ બુદ્ધે અંગી અક્રે, શિથિલ્પણું સમ્ય્ક વિસ્તરે. ૪૬૩

ચિદ અર્નવકેરા બુદબુદા, ઉપજે ખપે સ્વભારે સદા;

અસ્તિ નાસ્તિ એની ના કેવાય, નર છાયા જેમ સાથે થાય;

સૂરજ ધામ કેવાને બે, એમ જીવ શિવ અખા જોઇ લે. ૪૬૪

વા દીસે તેને સત્ય જાણ, દઈસે તેને નાશ પ્રમાણ;

દ્રષ્ટ પદારથ જુઠો થાય, ઘાટ દ્રષ્ટ હેમે ઠેરાય;

પસર્યું આપ સચરાચર વિષે, એમા જોતાં પદ પામ્યું અખે. ૪૬૫

ણચતે ચતનો ભ્રમ, પન બ્રહ્મવેતા જાને એ મર્મ;

વાગ્વિલાસ તે સાચો થયો, જૂઠેસાચું ભૂલી ગયો;

માયા ઇચ્છા નારદને થઇ, ત્યારે પૂર્વ બુદ્ધિ અખા ભૂલી ગઇ. ૪૬૬

રૂપીનો પંચ આવાસ, પંચે પસર્યો સર્વાવાસ;

ઇંદ્રજાળ અવિદ્યાનું જાળ, દીસે સત્ય ને આળપંપાળ;

અણવિચાર્યું આપાપું લખો, એટલા ઉપર શું કહે અખો. ૪૬૭

અખાના છપ્પા