અખાના છપ્પા/જ્ઞાનદગ્ધ અંગ
← દંભભક્તિ અંગ | અખાના છપ્પા જ્ઞાનદગ્ધ અંગ અખો |
દશવિધજ્ઞાની અંગ → |
જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા;
કહે અખો નર વંઠ્યા સરે, નરનારીની નિંદા કરે. ૩૫૭ બ્રહ્મ કર્મ ઉભેથા ભ્રષ્ટ, જેમ અધછેધા કુકટને કષ્ટ;
કહે અખો નર મુક્તા ફરે, નગર છુટી ધેનુ ઓખર કરે. ૩૫૮ દોષ દૃષ્ટિ દુર્મતિ નવ ટળી, તો શું સાધ્યું કથા સાંભળી;
કહે અખો હરિની નહિ મયા, સાંભળીને સામા શઠ થયા. ૩૫૯ |
એક સુકું જ્ઞાન કથે દામણા, તે હરિ ફળ પામે વામણા;
કહે આપે મુકે વાધે માન, અખા એહ તે સુકું જ્ઞાન. ૩૬૦ સુકું જ્ઞાન ને વ્યંડળ મૂછ, કરપી ધન કુતરાંનું પૂછ;
અખા અમલવિન હાકમ જસે, કથ્યું જ્ઞાન પણ હરિ નવ વસે. ૩૬૧ જ્ઞાનીનાં નોય ટોળાં ટોળ, મુક્તા નોય સર્વ ગજકપોલ;
બહુમાં નિપજે કો એક જન, બાકી અખા રમાડે મન. ૩૬૨ |