અખાના છપ્પા/ભક્તિ અંગ

← ધીરજ અંગ અખાના છપ્પા
ભક્તિ અંગ
અખો
સંત અંગ →


લું ભૂંડું કહે પૂરવતું નથી, પેરે પેરે મે જોયું મથી;

એક પિંડઅવેરતાં બહુ, નામ રૂપ ગુણ કર્મ તેમ સહુ;

એક શરીર અવેવ તે ઘણાં, ઉત્તમ મધ્યમ ઇંદ્રિય હરિતણાં. ૨૧૭

જે ઇંદ્રિયે જે કરવા કર્યું, તેથી કામ ત્યાં એવું સર્યું;

મુખે બોલ બોલે છે બહુ, અને ગુદે બોલે તો નંદે સહુ;

કુબુદ્ધિ એ જીવા છે હરિવડે, અખા એ ઠામે જોડા નવ પડે. ૨૧૮

ત્યવાદીને સૂર્ય એ બે, બોધ પ્રકાશ સૌ કોને દે;

જેમ અર્કે ઉગેલું કમળ શમે, તેમા કુબુદ્ધિને સાચું નવ ગમે;

અખા અદ્રોહી બુદ્ધે બોલે સમ, રવિની રીત જે ટાળે તમ. ૨૧૯

જ્ઞાની થઇ કહિ મારે ગાલ, મુક્તા થૈ વઢવાનો ખ્યાલ;

ભક્તિ જ્ઞાન ત્યાં ઠામે હશે, એ તો બેઉ લઢે ચે રસે;

અખા એ જ નિઃકારણ વેર, જેમ ચૌટે ભેઁશ ને વઢવાડ ઘેર. ૨૨૦

ક્ત દેખે સઘળે ભગવંત, તેને દિભે તો શાના સંત,

જ્ઞાનીને નિર્દાવો ઘટે, તે નિત્યે બેશીને આથડે;

ભક્તિ જ્ઞાન નોહે એ ખેદ, વંઠા જીવ અખો કહે વેદ. ૨૨૧

અખાના છપ્પા