અખાના છપ્પા/મુક્તિ અંગ
← અજ્ઞાન અંગ | અખાના છપ્પા મુક્તિ અંગ અખો |
આત્મા અંગ → |
મુક્તિ પામવા મુખ્ય વૈરાગ્ય, જો બહુ પાસથો ચૂટે રાગ;
બીજી અખા રસાળી વાત, સર્વાતીત નોહે સાક્સાત. ૬૦૯ જે કીજે તે સર્વે રાગ, રાગ વિના નવ ઉપડે પાગ;
દ્રષ્ટ પદારથસું વૈરાગ્ય,ત્યાં અખા જડે તુ જ ત્યાગ. ૬૧૦ જન જાણે છે જે વૈરાગ, તે ત્યાં સામો ઉપજે રાગ;
આપોપાનો થાયે ત્યાગ, ત્યારે અખા સાચો વૈરાગ. ૬૧૧ જેહ વડે તપ તીરથ કરે, વિષય ભોગ કે સુખ આદરે;
તે વિણ જાણો રાગ વિરાગ, અખા ઉચળી ભાંગવો પાગ. ૬૧૨ જેમ તેમ કરી સમજવો મર્મ. હું તે શું ચૈતન કે ચર્મ;
એ સમજ્યા વિણ ગૃહસ્થ અતીત, વર વિવાહ વિણ ગાવાં ગીત. ૬૧૩ સમજણમાં નથી રાગ વિરાગ, જેમ વાયુ હેંડે વિના પરાગ;
અખા રામ નથી ઘેર કે વને, જ્યાં જાશે ત્યાં પોતા કને. ૬૧૪ પાદ પાણી નેત્ર મુખ નાક, સકળ અંગનો સમજો તાક;
અખા ના દીસે તાઓ લાગ, પર સાથે શો રાગવિરગ. ૬૧૫ વેલ પરાઇ બેઠો જંન, હું જ ધણી એમ માને મંન;
અખા એમ જાણે સઘળો પંડ્ય, લેવું મૂકવું ટળે પાખંડ. ૬૧૬ ગેબી જીપજ થૈ પીડતની, ત્યારે તું ત્યાં ના હોતો ધણી;
વચ્ચે શિદ પાડે છે ડાઘ, અખા કશો નુ જ રાગ વિરાગ. ૬૧૭ |
ઉપર ચલ્યો માર્ગ લે અખા, નહીં કો સાથી કો નહીં સખા;
ગગનગામિને નહીં અટકાવ, યુવતીને મન બહુ ભાવ. ૬૧૮ ઉંઘ્યાને સ્વપ્નાંતરા ઘણાં, ઉત્તમ મધ્યમા વેદે ભણ્યાં;
સમજ્યાને છે સરખું સદા, અણસમજ્યો ભોગવે આપદા. ૬૧૯ અખો જેહ નર રહે અમન, તેવું કરવું સર્વ જતંન;
વણ ખાધે કર થાય ચીકણો, એવો ભેદ અણલિંગીતણો. ૬૨૦ અખા અલિંગી વાત અગાધ, લિંગી નરને નહીં તે સાધ્ય;
જોતાં સઘળો લક્ષમાં ફેર, લક્ષ ઉદ્યોત ને લક્ષ અંધેર. ૬૨૧ સામો કો દુઃખ દાતા નથી, જેમ તાળી ન પડે એક હથી;
અખા વસ્તુપણે જાગશે, તેને એનો અનુભવ હશે. ૬૨૨ અછતો દ્વેષ ને અચતો રાગ, રાગા દ્વેષ માયાનો ભાગ;
સ્વસ્વરૂપ ત્યાં બેઉએ નહી, ગુરુ લક્ષે અખા જો ઘેરથી. ૬૨૩ પ્રવૃત્તિ નિવૃત્તિના સઘળા વેશ, ભિક્ષુક થાકે થાય નરેશ;
મહાનિધમાં રાજાની દ્રષ્ટ, અખા રમત પાસે નહીં સ્પષ્ટ. ૬૨૪ કારણ દ્રષ્ટિ હોય જંન, તેનો અનુભવ નોય અસન;
અખા ચક્ષુ આંજે ગુરુદેવ, ત કોઇ સમજે એનો ભેવ. ૬૨૫ સમજુ તે અનસમજુ થાય, અણસમજુ સરખું સમજાય;
નિજ ઘર વરતી જે કો હશે, અખા તે એકમાં પહોંચશે. ૬૨૬ |