અખાના છપ્પા/શ્થુળદોષ અંગ
← આભડછેટનિંદા અંગ | અખાના છપ્પા શ્થુળદોષ અંગ અખો |
પ્રપંચ અંગ → |
દોષ ન જોઇશ કેના ભૂર,તો હરિ દેખીશ બૌ ભરપૂર;
અખા તોજ દીસે આતમા,જો નાવે રસના તાસમાં ૪૫ પુરુષાકાર પૂરણબ્રહ્મ,જેણે સમજ્યો મુળગો મર્મ;
નિજનું જ્ઞાન નિજરૂપે હોય,પાલો અખા જ્યમ થાયે તોય. ૪૭ અણલિંગી હરિજનની કળા,કર્મ ન બાંધે આઘી બલા;
લૌકિક લેખું રહે લોકમાં,અખા જીત નહિ ફોકફોકમાં. ૪૯ હરિજન સ્વેં હરિ નહિ માનવી,જેમ સરિતામાં ભળી જાહ્નવી;
હરિજન સર્વાંગે હરિવડે,અખા વેલો તાણ્યો આવે થડે. ૪૬ પૂરણતામાં સર્વે સમાય,નદીવડે સાગર ન ભરાય;
દેહવિકાર હરિજનને કશા,અખા જેહની મોટી દશા. ૪૮ રૂડું જાણી નથી રાખવા, કૂડું જાણી નથી તાગવા;
તજ્યા ભજ્યા વણ તે યોગેશ, અખા જો માને ઉપદેશ. ૫૦ |
તજતાં ભજતાં નહિ પૂરવે, જૂનું તજે મન લાગે નવે;
મનની રીત જે ગુંથે જાળ, કાઢ અખા આતમની ભાળ્ય. ૫૧ હરિ જાણેને સુવે નચંત્ય, સુલભ મારગ સમજ્યા સંત;
તજવું ભજવું તે સંસાર, અખા સમજતાં આવે પાર. ૫૨ સર્વાતીત શ્રુતિ કેતા હવા, માયારંગ બિજા નવનવા;
વસ્તુવિષે છે મનનો અંત, તેહ અખા લે વિરલા સંત. ૫૩ હું નહીં તું નહીં તે ન કેવાય, જે જોતાં જોનારો જાય;
નહીં પદાર્થ જોવા ઝાલવા, અખા સરખું છે નૈં પ્રીછવા. ૫૪ વસ્તુ અનુપમ છે તે માંય, તો તે કૈયેં કેમ ઉપાય;
અખા વસ્તુ ગુંગાનો ગોળ, ત્યાં ઉપમા તે માયાની ટોળ. ૫૫ સગુણને ઉપમા સર્વે ઘટે, જે ઉપમા ને ગુણ બંને વટે;
અખા તે વડે સર્વ જાણ, તો તેને કથી શકે ક્યમ વાણ્ય. ૫૬ |