અખેગીતા/કડવું ૧૪ મું - જીવન્મુકતની દશા - ૨
← કડવું ૧૩ મું - જીવન્મુકતની દશા - ૧ | અખેગીતા કડવું ૧૪ મું - જીવન્મુકતની દશા - ૨ અખો |
કડવું ૧૫ મું - જીવન્મુકતનો મહિમા -૧ → |
વળી કહું સાચા સંત સુજાણજી, જેહને ઉદયો અંતર૧ ભાણજી;
ખાણ ઉઘડી વસ્તુકેરી, તેણે ન્યૂનતા સઘળી ટળી;
અંતર માંહેલો આશય મોટો, તેણે વસ્તુમાંહે જઇ રહે મળી. ૧
જેમ અગ્નિમાંહે લોહ પેઠું, તે લોહમાં અગ્નિ આવિયો;
ત્યારે શિવ શિવ થયું સર્વે, જ્યારે શિવમાં જીવ સમાવિયો. ૨
ભાઈ છતે અણછતો થઇ રહે; કોઇક જાણે વિરલા સંત;
૪આપાપરવિના પ્રીછ૫ અળગી, તે મહાનુભાવ મહંત ૩
ભૌતિક ભાવના ટળી તેહને, ભાસ્યું ચિદ્આકાશ૬;
રોધ નપામે મીન૭ જેમ, તેહને નીરમધ્ય આકાશ. ૪
નેત્ર ઉઘાડે ને ગતિ કરે, ભરે તે શ્વાસોશ્વાસ;
તેને નીર ફીટીને નભ૮ થયું, જે આપ રહે અવકાશ. ૫
જેમ હિમના૯ પરવતવિષે, મુષક૧૦ ચાલે મધ્ય;
તેણે ખણ્યાવોહોણી ખાણ થાય,એહવી ઉષ્ણતાની સિધ્ય, ૬
અદ્રિમાં૧૧ આકાશ તેહને, મહા કલા મુષકવિષે;
તેમ ભૌતિક ભાવના તિહાં નહી, જે અણલિંગી૧૨ આતમલેખે. ૭
ભાઈ લિંગ તિહાં લેખાં ઘણાં, અણલિંગે લેખું કશું;
એ સહજ૧૩-કેરી સાધના, સમઝે તે દેખે અશું૧૪. ૮
ભાઈતત્ત્વદર્શી તત્ત્વમાંહે, દેખે સર્વ સમાસ;
જેમ અરૂપમાંથી રૂપ બંધાએ, પાછું અરૂપ થાય ખરાશ૧૫. ૯
કહે અખો સહુકો સુણો, એવી અકલ કળા મહંતને;
________________________________________ ૧ જ્ઞાનરુપ સૂર્ય. ૨ વાણી. ૩ બ્રહ્મરૂપ વસ્તુની. ૪ હું ને અન્યવિના. ૫ જાણ-સમજ. ૬ ચૈતન્યરૂપ આકાશ. ૭ માછલું. ૮ આકાશ. ૯ બરફના. ૧૦ ઉંદર. ૧૧ પર્વતમાં. ૧૨ ત્રણ લિંગથી રહિત. ૧૩ સ્વાભાવિકની. ૧૪ આવું. ૧૫ કપૂર.
(પૂર્ણ)