અખેગીતા/કડવું ૨૯ મું - ષટ્શાસ્ત્ર, ષટ્ઉપશાસ્ત્ર અને ષટ્દર્શનનું વર્ણન
← કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ | અખેગીતા કડવું ૨૯ મું - ષટ્શાસ્ત્ર, ષટ્ઉપશાસ્ત્ર અને ષટ્દર્શનનું વર્ણન અખો |
કડવુ ૩૦ મું - શ્રુતિ - સ્મૃતિ -પુરાણ- શાસ્ત્રના મત → |
જે ઘટ ઉપનું એવું જ્ઞાનજી, ત્યાં તેહ થયું સર્વ સમાનજી;
પ્રકૃતિ ભાન ટળ્યું ત્યાંથી, યથારથ જેમ તેમ થયું;
હવે કહું દરશણ ખટ જે, અપૂરવ અમથું રહ્યું. ૧
ન્યાય પાતંજલ મીમાંસા, વૈશેષિક સાંખ્ય વેદાંત;
દરશન ઉપદરશન ભેદ દીધા, તે જાણજો તમે સંત. ૨
શૈવ સાંખ્ય મીમાંસક, ચાર્વાક બૌધ્ધ જે જૈન;
એ ઉપદરશન ભેદને જાણો, શરીરસંબંધી ચિહ્ન. ૩
જટિલ મુંડિત માલાધારી,કરે લુચન૨ કેશ;
કો વાલગરડાં૩ શિશ વીંટે, કંઠે લિંગ શિવઉપદેશ. ૪
છ દરશન તે મૂલગાં, ભાઇ શાત્રકેરાં નામ;
તેહનાં થયાં પાખંડ છનું,તે ચાલ્યાં ગામેગામ. ૫
પાખંડનાં બહું ફડસુઆં,૪ અણાતાં તે નાવે છેક૫;
તે મત ભાખે જુજવા૬, પણ ચાલ્ય ન મળે એક. ૬
એક એક નિંદે એ માંહોમાંહે, અને પોતાને કહે સાર૭;
એમ ખટદરશન ખટપટે, પણ ન કરે મૂલવિચાર૮. ૭
ભણી ભણીને ભેદ પાડે, અક્ષરતણી લે ઓટ૯;
સિધ્ધાન્ત નાવે સમજમાંહે, બાધી રહ્યા ખટકોટ૧૦. ૮
છએ કરે વાદ માંહોમાંહે, તુઆરે સહુને પોષે માય૧૧;
સમાય માયા આપે સરખો, હાર્યો કોએ ન જાય. ૯
કહે અખો સહુકો સુણો, મત ન હોયે મહંતને;
________________________________________
૧ કારણ. ૨ ચૂંટવાની ક્રિયા. ૩ બકરાના વાળની દોરી. ૪ પેઢાં. ૫ પાર. ૬ જૂદા જૂદા. ૭ મૂળ-કારણ-નો વિચાર. ૯ આધાર. ૧૦ છ ગઢ. ૧૧ માયા.
(પૂર્ણ)