આવેલ આશા ભર્યા
નરસિંહ મહેતા


<poem> આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા…… (૨)

શરદપૂનમની રાતડી ને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ…

વૃંદા તે વનના ચોકમાં કાંઈ નામે નટવરલાલ રે…. આવેલ…

જોતાં તે વળતાં થંભિયાં ઓલ્યા નદિયું કેરા નેર રે…. આવેલ…

અષ્ટકુળ પર્વત ડોલિયા ને ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે…. આવેલ…

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા સદા રાખો ચરણની પાસ રે…. આવેલ…

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)