ઓખાહરણ/કડવું-૧૩
← કડવું-૧૨ | ઓખાહરણ કડવું-૧૩ પ્રેમાનંદ |
કડવું-૧૪ → |
રાગ:આશાવરી |
ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય;
પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય. (૧)
બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય;
ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. (૨)
ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર;
પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. (૩)
છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન;
સાતમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. (૪)
આઠમો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન;
નવમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. (૫)