ઓખાહરણ/કડવું-૧૯
← કડવું-૧૮ | ઓખાહરણ કડવું-૧૯ પ્રેમાનંદ |
કડવું-૨૦ → |
રાગ:સામેરી |
જોબનીયું વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ;
મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ;
તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ,
મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ....(૧)
બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ;
મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ,
મારા જોબનીયા દહાડા ચાર છે રે લોલ.
નાણે રે મળશે પણ ટાણે નહિ મળે રે લોલ....(૨)