ઓખાહરણ/કડવું-૨૭
← કડવું-૨૬ | ઓખાહરણ કડવું-૨૭ પ્રેમાનંદ |
કડવું-૨૮ → |
રાગ: ધોળ |
ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;
માતા સદાય સોહાગણી (૧).
ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;
ભાભી તે હાથ હુલાવતી. (૨).
ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;
સાસુને પ્રજા ઘણી. (૩).
ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;
દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).
ગોર્યમા! માગું રે, તમારી પાસ;
અખંડ હેવાતન ઘાટડી. (૫).
ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;
ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).
ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;
માથે મનગમતો ધણી. (૭).