આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું-૩૨ ઓખાહરણ
કડવું-૩૩
પ્રેમાનંદ
કડવું-૩૪ →
રાગ: સોરઠ



સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;
ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી રે હો. ૧.

અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી તરત* મેલ્યું વાઢી રેં હો;
બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. ૨.

સહિયર રે; ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી;
મને સ્વપ્નામાંથી જગાડી રે હો. ૩

  • શબ્દ ’તરત’ની જગ્યાએ ’વરત’ હોવું જોઈએ. (પુસ્તક પ્રિન્ટમાં ભૂલ)