ઓખાહરણ/કડવું-૭૬
← કડવું-૭૫ | ઓખાહરણ કડવું-૭૬ પ્રેમાનંદ |
કડવું-૭૭ → |
રાગ:ઢાળ |
એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ;
બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. ૧.
કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર;
બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. ૨.
રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ;
મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. ૩.
નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય;
તારા કુંવરના હાથ વાઢિયા, કહો શી વલે થાય ? ૪.