ઓખાહરણ/કડવું-૮૩
← કડવું-૮૨ | ઓખાહરણ કડવું-૮૩ પ્રેમાનંદ |
કડવું-૮૪ → |
રાગ:ધોળ |
હલહલ હાથણી શણગારી રે,
ઉપર ફરતી સોનાની અંબાડી રે.
તેના પર બેસે વરજીની માડી રે,
સોનેરી કોર કસુંબલ સાડી રે.
માથે મોડ ભમરીયાળો ઝળકે રે,
ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે.
નાનાંવિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે,
-(અહીં ખૂટતી કડી હોઈ શકે)
કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે,
અનુપમ ઉપન્યો આનંદ રે.
મુગટ મણીધર ધર્યો અનિરુધ્ધ શીશ રે,
ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે.
કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે,
વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે.
હળધરનો જશ બોલે બધા જન રે,
જાદવ સહીત શોભે છે જુગજીવન રે.
સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે,
વરજીને તો ઘોડીની વેળા થાય રે.