કહાના તું તો કામણગારોરે
કહાના તું તો કામણગારોરે નરસિંહ મહેતા |
<poem>
કામણગારોરે, કહાના તું તો કામણગારોરે. મને કાંઈ કામણ કીધારે, મારાં ચિત્ત હરીને લીધાં; કહાના. મારી સાસુડી સંતાપેરે, પેલી નણદી ઓળંબા આપે; કહાના. મને ભોજનીયાં નવ ભાવેરે, મને નિદ્રા તે કઈપેરે આવે; કહાના. મને પગની ભરાવી આંટીરે, મને મુખમાં તંબોળે છાંટી; કહાના. હું તો પૂરણ પદને પામીરે, મને મળ્યો નરસૈંયાનો સ્વામી; કહાના.