• આકાશ પાતાળ એક કરવા.
  • આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
  • આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
  • આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
  • આજ રોકડા, કાલ ઉધાર
  • આજની ઘડી અને કાલનો દી
  • આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.
  • આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
  • આદુ ખાઈને પાછળ પડી જવું
  • આપ ભલા તો જગ ભલા
  • આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
  • આપ ભલા તો જગ ભલા.
  • આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.
  • આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.
  • આપ સમાન બળ નહિ, ને મેઘ સમાન જળ નહિ.
  • આપ સુખી તો જગ સુખી.
  • આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
  • આપત્તિ તો કસોટી છે.
  • આપ્યું વાણીયે ને ખાધું પ્રાણીએ.
  • આપશો તેવું પામશો.
  • આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.
  • આપીને માગે તેની અક્કલ જાય આઘે.
  • આપે તે સુંવાળો, ને બીજે કાખનો મુંવાળો.
  • આફતનું પડીકું
  • આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
  • આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
  • આભમાંથી છટકયા અને ખજૂરીમાં અટકયા
  • આભાસથીય સરી જવાય છે, પડછાયો બની ન આવો, ઝાકળ સમ જીવી લઇશુ, સવારની ક્ષણો લઇ આવો.
  • આમલી પીપળી બતાવવી
  • આરંભે શૂરા
  • આલાનો ભાઈ માલો
  • આલિયાની ટોપી માલિયાને માથે
  • આવ પાણા પગ ઉપર પડ
  • આવ બલા પકડ ગલા
  • આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
  • આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
  • આવી ભરાણાં
  • આળસુનો પીર
  • આંકડે મધ ભાળી જવું
  • આંખ આડા કાન કરવા
  • આંખે જોયાનું ઝેર છે
  • આંગળા ચાટ્યે પેટ ન ભરાય
  • આંગળી ચીંધવાનું પુણ્ય
  • આંગળી દેતાં પહોંચો પકડે
  • આંગળીથી નખ વેગળા જ રહે
  • આંગળીના વેઢે ગણાય એટલાં
  • આંતરડી કકળાવવી/દૂભવવી
  • આંતરડી ઠારવી
  • આંધળામાં કાણો રાજા
  • આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
  • આંધળી દળે ને કૂતરા ખાય
  • આંધળે બહેરું કૂટાય
  • આંધળો ઓકે સોને રોકે