1. એક કરતાં બે ભલા
  2. એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
  3. એક કાંકરે બે પક્ષી મારવા
  4. એક ઘા 'ને બે કટકા
  5. એક ઘાએ કૂવો ન ખોદાય
  6. એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
  7. એક નકટો સૌને નકટાં કરે
  8. એક નન્નો સો દુ:ખ હણે
  9. એક નૂર આદમી હજાર નૂર કપડાં
  10. એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
  11. એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
  12. એક ભવમાં બે ભવ કરવા
  13. એક મરણિયો સોને ભારી પડે
  14. એક મ્યાનમાં બે તલવાર ન રહે
  15. એક સાંધે ત્યાં તેર તૂટે
  16. એક હાથે તાળી ન પડે
  17. એકનો બે ન થાય
  18. એના પેટમાં પાપ છે
  19. એના (ઈશ્વરનાં) ઘરે દેર છે, અંધેર નથી.
  20. એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
  21. એરણની ચોરી ને સોયનું દાન
  22. એલ-ફેલ બોલવું