• લવાણાં રે લવાણાં તાવડીમાં તવાણાં તો ય બેટા લવાણાં.
  • લગ્ને લગ્ને કુંવારો.
  • લંકાની લાડી ને ઘોઘાનો વર.
  • લાંબા સાથે ટૂંકો જાય, મરે નહી તો માંદો થાય.
  • લૂણી ધરોને તાણી જાય.

લખણ ન બદલે લાખા

   લગને લગને કુંવારા લાલ
   લમણાંઝીક કરવી
   લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
   લંકાની લાડી ને ઘોઘાનો વર
   લંગોટીયો યાર
   લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
   લાકડાની તલવાર ચલાવવી
   લાકડે માંકડું વળગાવી દેવું
   લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
   લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
   લાજવાને બદલે ગાજવું
   લાલો લાભ વિના ન લોટે
   લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
   લીલા લહેર કરવા
   લે લાકડી ને કર મેરાયું
   લેતાં લાજે ને આપતાં ગાજે
   લોઢાના ચણા ચાવવા
   લોઢું લોઢાને કાપે
   લોભને થોભ ન હોય
   લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
   લોભે લક્ષણ જાય