નવેમ્બર ૨૦૨૪
રવિવાર
૨૪
૦૦:૧૫ UTC

સરકારને પરિષદોએ અને કેળવણી મંડળોએ અરજી કરવી કે બધી કેળવણી માતૃભાષા મારફતે જ આપવી જોઈએ. અદાલતોમાં ને ધારાસભામાં વહેવાર ગુજરાતી મારફત થવો જોઈએ. ને પ્રજાનું બધું કાર્ય તે જ ભાષામાં થવું જોઈએ. અંગ્રેજી જાણનારને જ સારી નોકરી મળી શકે છે તે પ્રથા બદલી નોકરોને લાયકાત પ્રમાણે ભાષાભેદ રાખ્યા વિના પસંદ કરવા જોઈએ. ગુજરાતી ભાષામાં તેઓને જોઈતું જ્ઞાન મળે એવી શાળાઓ સ્થપાવી જોઈએ, એવી અરજી પણ સરકારને જવી જોઈએ.


- ગાંધીજી