આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૮ નળાખ્યાન
કડવું ૨૯
પ્રેમાનંદ
કડવું ૩૦ →
રાગ: કહાલેરો.




કળીજુગ દ્વાપર મળીને આવ્યા, પુષ્કરકેરે પાસરે;
હસ્ત ઘસે ને મસ્તકા ધૂણે, મુખે મૂકે નિઃશ્વાસારે. કળીજુગ.
વેશા વિપ્રનો ધરયો અધર્મી, ને બન્યો મસ્તક ડોલેરે;
નૈષધપતિ બેઠો તપ કરવા, થઇ તરણાંને તોલેરે. કળીજુગ.
એક કુળમાં ઉદયા બન્યોના, તું જોગી નળ રાણોરે;
તે ભોગ ભોગવે નાના વિધના, તારે નહીં જળ દાણોરે. કળીજુગ.
કળિ કહે છે જો જો ભાઇયો, કર્મે વાળ્યો આડો આંકોરે;
એક જ બોરડીના બે કાંટા, એક પાધરો એક વાંકો રે. કળીજુગ.
તારા પ્તિઆસું અમારે મૈત્રી, તે માટે હિત કીજે રે;
એમ કહી કર ગ્રહી ઉઠાડ્યો, આવ આલિંગના દીજે રે. કળીજુગ.
ભેટતામાં પિડ પુષ્કરના મધ્યે, કીધો કળીએ પ્રવેશારે;
તેડી ચાલ્યો નૈષધપુર ભણી,કરવા નળશું ક્લેશા રે. કળીજુગ.
વાટે જાતાં વારતા પરઠી, ના મળવું નાંખો જાંશા રે;
કળી કહે તું દ્યૂત રમજે, હું થાઉં બેપાશ રે. કળીજુગ.
પ્રથમા પોણ કરજે વૃષભનું, દ્વાપર થાશે પોઠીરે;
સર્વસ્વ હરાવી લેજે નળનું, એ વાત ગમતી ગોઠી રે. કળીજુગ.
જદ્યપિ પુષ્કર પવિત્ર હુતો, નોહોતી રાજની અભિલાષારે;
ઉપજી અરિશ્યાનળરાય ઉપર, મલ્યા જુગા બે અદેખા રે. કળીજુગ.
વૃસભવાહન પાસા કરમાં, આવ્યો રાજ્યસભાયરે;
બાંધવા જાણી દયા મના આણી, નળા ઉઠી બેઠો થાય રે. કળીજુગ.
ભલે પધાર્યા પુષ્કર ભાઇ, જોગી વેશને છાંડો રે;
આ ઘરા રાજ તમારું વીરા, રાજની રીતિ માંડો રે. કળીજુગ.
આસન આપી કરે પૂજન, પૂછે કુશળી ક્ષેમ રે;
નળને કહે બીજી વાતે ન રાચું, દ્યૂત રમવાને પ્રેમરે. કળીજુગ.
નળ કહે બાંધવા દ્યૂત ન રમીએ, એ અનર્થનું મૂળરે;
તું જોગેશ્વર કાં ઉપજાવે, ઉદર ચોળીને શૂળરે. કળીજુગ.
પુષ્કરા કહે મારો પાંચ મુદ્રાનો, પોઠી જિતું કે હારુંરે;
એકી પાસે બળદ મારો, એકી પાસે રાજ તારું રે. કળીજુગ.
કળીને સંગે પુણ્ય શ્લોકને, પાપતણી મતિ આવી રે;
દ્યૂત રમવું અપ્રમાણ છે પણ, વાત આગળ ભાવીરે. કળીજુગ.

વલણ

ભાવી પદારથ ભૂપને, વેઠવું છે બહુ કષ્ટરે;
દ્યૂત રમવા બેઠો રાજા, કીધો કળીએ ભ્રષ્ટ રે.
  

(પૂર્ણ)