નળાખ્યાન/કડવું ૩૫
(પૂર્ણ)
← કડવું ૩૪ | નળાખ્યાન કડવું ૩૫ પ્રેમાનંદ |
કડવું ૩૬ → |
બોલ્યો નાગ કરી પ્રણામ, રાયા મારું કરકોટકા નામ;
હું પ્રાચિન કર્મે પામ્યો સંતાપ, સપ્તા ઋષિએ દીધો શાપ.
વિમાન જાતું હતું સ્વર્ગ ભણી, અજ્ઞાનતા જાગી મુજા તણી;
ફુત્કાર કરી ફણા નાખી જ્વાળ, દાદ્યા સપ્તા ઋષિ ચહડ્યો કાળ.
પતિત તેં નાખી વિષની લેહેર, બળા દવમાઁ અવની ઉપેર;
બહુ કાળ લગે વસો વહ્નિમાંય, ભોગવા દુઃખ જીવા નહીં જાય.
મેં જાણ્યું શાપ ટલે નહીં ખરો, મુને શાપનો અનુગ્રહ કરો;
વહ્નિ વેદના દોહેલી ઘણું , કહ્યું દર્શના થાશે નળતણું.
પુણ્યશ્લોક બાહેર કહાડશે, તે તુંને શાતા પમાડશે;
તે દિવસનો વન દાઝું છૌં અહીં, સાતા સહસ્ત્ર વરસા ગયા વહી.
તે તમો આજ દુઃખ ટાળીયું, પુણ્યશ્લોકપણું પાળેયું;
મારી દેહને અતિ સઉખા થયું, ઋષિ વચનનું ફળા લહ્યું.
એવું કહીને સર્પ જ ધસ્યો , કરકોટકા નળને કંઠે ડસ્યો;
લગી વિષજ્વાળા દાદ્યો ભૂપ,કાળી કાયા થયું કુબડું રૂપ.
કાજળપેં શ્યામતા વિશેષ, વાંકું મુખા પંચવર્ણા કેશ;
છતે દાંતે ડાચાં ગયા મળી, નીસરી ખુંધ કટી બેવડ વળી.
નળા કહે ધન્ય કુદ્ર કુમાર, ઘણો રુડો કીધો સાહી સમાન.
નાગા કહે રે રખે દુઃખ ધરો, જોતાં એ ઉપકારા છે ખરો;
ગુપ્તા રહેવું સંવત્સરા ત્રણ, કો નવ ઓળખે એવું વર્ણ.
ત્રણા વસ્ત્ર આપું છઉં ભૂપ, પરિધાને થાશે મૂળગું રૂપ;
તે જોયાં પહેરી પરીક્ષા કરી, તત્ક્ષણ કાંતિઓ ભૂપની ફરી.
હરખ્યો નળા થયું દિવ્યકામ, નાગે બાહુક ધરિયું નામ;
ભૂપાળા વ્યાળા થયા વિદાય, ગયો આયોધ્યા નૈષધરાય.
દેખી માણસ નાહાસે અરાંપરાં ધાયે બાહુક પૂંઠે છોકરાં;
જે જે મારગ મહીપતિ પળે, ત્યાં માણસ જોવાને મળે.
હસે લોક રૂપે લીહ વાળી, પૂંઠે ચોકરા પાડે તાળી;
રાજસભામાં રાજા ગયો, પ્રતિહારા સાથ ખસીને રહ્યો.
હસી સભા હસ્યો ઋતુપર્ણ, વિધિએ આ ક્યાં નિર્મ્યું વર્ણ;
હારે કાજળને જાંબુફળ, જાણે રૂપે બીજો નળ.
કહો કોણ છો સ્વરૂપના ધામ, કેમા આવવું પડ્યું શું કામ;
નળ કહે મારું બાહુક નામ, આવ્યો ઉદરા ભરવા કામ.
અશ્વમંત્ર જાણું રાજંન, એકા દિવસે ખેડું શત જોજંન;
કહે ઋતુપર્ણ મોટું કારણ, આ રૂપા ને વિદ્યા અસાધારણ.
નળ ઈઁદ્ર વિના કો જાણે નહીં, મંત્રપ્રપ્તિ તુંને ક્યાંથી થઈ.
મંત્ર પાઠ કરતા નળરાય, હું નળનો સ્વકા શીખ્યો વિદ્યાય.
કો સમે પ્રકાશી ભણતા તેહ, ત્યાંથી વિદ્યા હું પામ્યો એહ;
નૈષધનાથ તે વનમાં ગયો, તે દુઃખે હું આવો થયો.
આવ્યો છઉં રહેવા તમકને, અંનવસ્ત્ર આપજો મને;
નહીં કરું હું નીચું કામ, નહીં ધરાવું સેવક નામ.
રાયજી તમને નહીં નમું, સ્વયંપાક કરીને જમું;
રાજા કહે રહો જેમ તેમ, વિદ્યાવાના જવા દઉં કેમ.
હયદાસપતિનો અધિકાર, સેવકા માત્ર કરે નમસ્કાર;
જદ્યપિ માન પામે ઘણું, પણ કહેવાયે દાસત્વપણું.
અશ્વપતિ મહારાજા થયો, હયશાળામાં વાસોરહ્યો;
છે વિજોગની ગેદના ઘણી, નિત્યે સુએ શ્લોકા એક ભણી.
श्लोक: स्वागतावृत्तं
आतपे ध्रुतिमता सह वध्वा यामिनीविरहिणा विहगेन।
सेहिरे न किरणा हिमरश्मेर्दु:खिते मनसि सर्वमसह्यम ॥
ભાવાર્થ - વસંતતિલકા છંદ.
જે ચક્રવાક દિવસે વહુ સાથા રાખે, તે સંગરંગ રમતાં રવિતાપા સાંખે;
રાતે વિજોગથકિ ચંદ્રપકાશ ખૂંચે, જો દુઃખ હોયા દિલમાં કશુંએ ના રુચે.
રાગ ચાલતો.
એવું કહિને કરે શયંન, વિસ્મયા થાય પાડોશી જંન;
બાળા બીહામણો આવી વસ્યો, કદરજને વિજોગા ત કશો.
તે સ્ત્રી સુકૃતા શું કર્યું, જેણે આ સ્વરૂપને વર્યું
વારુ થયું જે વીપત પડી, આ ભૂતથી છૂટી બાપડી.