નળાખ્યાન/કડવું ૩૭
(પૂર્ણ)
← કડવું ૩૬ | નળાખ્યાન કડવું ૩૭ પ્રેમાનંદ |
કડવું ૩૮ → |
ભામિની પામે ઘણું, એકલડીરે જાત. વૈદરભી.
રસાયને નામ જ નળતણું, મુખ જપતીરે જાય;
શુદ્ધ નથી શરીરની, ભાંજે કંટક પાય. વૈદરભી.
રોઈ રોઈ રાતી આંખડી, ભરે આંસુ નીર;
નયણે ધારા બબ્બે ઝએ, વહે અંગ રુધીર. વૈદરભી.
હીંડતા તે આખડે, પગમાં વાગે ઠેસ;
ચાલતી ઉભી રહે, ભરાયે કાંટે કેશ. વૈદરભી.
અંગે ઉઝરડા પડ્યા ઘણા, વહે શોણિતધાર;
હો નળ હો નળ બોલતી, બીજો નહીં વિચાર. વૈદરભી.
ઉંડા કોતર ઉતરે, ચઢે ગિરિ કરાડ;
અશુદ્ધે ઉધડકે નહીં, પાડે વાઘ બરાડ. વૈદરભી.
વાંકી વાટ ટીંબા ટેકરા, ભયાનક ખોહ;
રાફ માંહે સાપ ફુંફવે, ઘણું ઘુઘવે ઘોહ. વૈદરભી.
શબ્દ પશુ પંખીતણા, ન પડે કાંઇ પ્રીછ;
વરુવણીઅર બીહાવે અરણ્યમાં, ધાયે વળાગવા રીંછ. વૈદરભી.
શૂકર રોઝ ચિકારડાં, ચીતરા દે ફાળ;
ફાલુ નાદ હોયે ઘણા, બહુ બોલે શીઆળ. વૈદરભી.
આંબા આંબલી લીમડા, અરેથા અપાર;
શીમળ સમળી સેગઠા, ન સૂઝે પંથ વિચાર. વૈદરભી.
ખેર ખાખર ને કાચકી, કંટાળા થુએર;
બાવળીયા બહુ બોરડી, સરગુવા સમેર. વૈદરભી.
આખડી પદતી સુંદરી, ચરણે વેલા વિંટાય.
છૂટા કેશ કામિની તણા, ઝાંખરે ઝીંટાય. વૈદરભી.
વૃક્ષ અથડાએ અંગસું, મૂકે કાંટામાં પાય;
શુદ્ધ નથી રે શરીરની, ભજતી નળરાય. વૈદરભી.
દિવસ નિશા પ્રીછે નહીં, એવું ધાડું અરણ્ય;
દમયંતી ભૂલી ભમી, ત્યાં દિવસ ત્રણ. વૈદરભી.
અંન ઉદક પામી નહીં, નહિ બેસવું શયંન;
ત્રણ દિવસ એમ વહી ગયા, ભમયંતાં વંન. વૈદરભી.
વલણ
વન ભયાનક ભામિની ભમી, દિવસ ત્રણ ગયા વહીરે;
વાટ ઘાટ ને ગામ ઠામ કાંઈ, પ્તેમદા પામી નહીરે.