એક રાત્રે મને સ્વપ્ન આવ્યું જેમાં પિતાજી મે તમને અને ભગવાનને સમુદ્ર કિનારે સાથે ચાલતા જોયા.

આકાશમાં તમારા જીવનનાં વિવિધ પ્રસંગોની છબી ઉપસતી ગઇ જેમાં દરેક સમયે તમારા પગલાંની સાથે સાથે બીજા પણ પગલાં હતાં જે ભગવાનનાં હતાં. જ્યારે તમારા જીવનાનાં છેલ્લા પ્રસંગો પસાર થયાં ત્યારે મારૂં ધ્યાન ગયું કે ઘણી વખત રેતીમાં ફક્ત એકજ વ્યક્તિનાં પગલાં દેખાયા અને એ પ્રસંગો પરથી મને યાદ આવ્યું કે તે તમારા જીવનનો સૌથી કપરો અને દુ:ખ ભર્યો સમય હતો. મારાથી આ સહન ના થયું અને મે ભગવાનને પુછ્યું કે, "ભગવાન તમે મારા પિતાજીને કહ્યું હતું કે એક વખત તે તમારા પર શ્રધ્ધા રાખશે પછી તમે હંમેશા તેમની સાથે ચાલશો, પણ મે જોયું કે તેમના સૌથી કપરા કાળમાં ફક્ત એકજ વ્યક્તિનાં પગલાં દેખાય છે, મને નથી સમજાતું કે જ્યારે તેમને તમારી સૌથી વધારે જરૂર હતી ત્યારે જ તમે તેમને આમ એકલા કેમ છોડી દીધા?"

ભગવાન બોલ્યા, "મારા વ્હાલા વ્હાલા દિકરા, હું તારા પિતાને ખુબ ચાહુ છું અને તેમને ક્યારેય એકલાં ના છોડું, તેમના કપરા કાળ દરમ્યાન જે તને એકજ પગલાં દેખાય છે તે ફક્ત મારા છે, કેમકે તે સમયે મે તારા પિતાને ઉંચકી લીધા હતાં."

ઢાંચો:Uncategorized