માતૃભાષા એટલે જન્મ સાથે પરિવાર અને સમાજ દ્વારા વારસામાં જે ભાષા મળી હોય, વ્યક્તિના બોલવા કે લખવાની શરુઆત જે ભાષામાં થઈ હોય તેને માતૃભાષા કહેવામાં આવે છે.

માતૃભાષા અંગે સૂક્તિઓ ફેરફાર કરો

ગાંધીજી ફેરફાર કરો

  • માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે ને જે મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. તે તોડ્નારના હેતુ પવિત્ર હો, છતાં તે પ્રજાના દુશ્મન છે. આપણે તેવા શિક્ષણના ભોગ થવામાં માતૃદ્રોહ કરીએ છીએ. પરભાષા દ્વારા મળતા શિક્ષણમાં નુકસાન એટ્લે જ નથી અટક્યું. શિક્ષિત વર્ગ અને પ્રજાવર્ગ વચ્ચે અંતર પડી ગયું છે.
  • આપણે તો અંગ્રેજી કેળવણીમાં ધનપ્રાપ્તિ જોઈ એટ્લે તે ઉપયોગને પ્રધાનપદ આપ્યું. કેટલાકે સ્વદેશાભિમાન પોષ્યું. એમ મૂળ વિચાર ગૌણ થયો ને અંગ્રેજી ભાષાનો પ્રચાર મેકોલેની ધારણા કરતાં વધ્યો તેમાં આપણે ખોયું છે.
  • નરસિંહ મહેતાની જે ભાષા છે,જેમાં નંદશંકરે પોતાનો કરણઘેલો લખ્યો, જેમાં નવલરામ ,નર્મદાશંકર ,મણિલાલ,મલબારી વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં મરહૂમ રાજચંદ્ર કવિએ અમૃતવાણી સંભળાવી છે,જે ભાષાની સેવા કરી શકે એવી હિંદુ,મુસલમાન ને પારસી જાતિઓ છે,જેના બોલનારામાં પવિત્ર સાધુ થઈ ગયા છે, જે વાપરનારામાં ધનાઢયો છે, જેમાં પરદેશ ખેડનારા વહાણવટીઓ થઈ ગયા છે, જેમાં મૂળુ માણેક ને જોધા માણેકના શૂરાતનના પડઘા આજ પણ બરડા ડુંગરમાં સંભળાય છે તે ભાષાના વિસ્તારની સીમા હોય નહીં.તે ભાષાની મારફતે ગુજરાતીઓ કેળવણી ન લે તો તેઓ બીજું શું ઉજાળશે? આ પ્રશ્નને વિચારવો પડે એ જ ખેદ છે.
  • માતૃભાષાને કેળવણીનું વાહન કરવું એ ઈષ્ટ હોય તો તેનો અમલ થવા સારુ આપણે શાં પગલાં ભરવાં જોઈએ એ વિચારવું જોઈએ. દલીલો આપ્યા વગર એ પગલાં મને સૂઝે છે તેવાં લખી નાખું તેવાં લખી નાખું છું:
  1. અંગ્રેજી જાણનાર ગુજરાતીએ, જાણ્યેઅજાણ્યે પણ પરસ્પર વ્યવહારમાં અંગ્રેજીમાં પ્રયોગ ન કરવો.
  1. જેને અંગ્રેજી અને ગુજરાતી બંનેનું સારું જ્ઞાન છે તેણે અંગ્રેજીમાં જે સારાં ઉપયોગી પુસ્તકો કે વિચારો હોય તે પ્રજા આગળ ગુજરાતીમાં મૂકવાં.
  1. કેળવણી મંડળોએ પાઠયપુસ્તકો તૈયાર કરાવવાં.
  1. ધનાઢય પુરુષોએ ગુજરાતી મારફત કેળવણી આપવાની શાળાઓ જગે જગે સ્થાપવી.
  • ઉપલી પ્રવ્રત્તિની સાથે જ સરકારને પરિષદોએ અને કેળવણી મંડળોએ અરજી કરવી કે બધી કેળવણી માતૃભાષા મારફતે જ આપવી જોઈએ. અદાલતોમાં ને ધારાસભામાં વહેવાર ગુજરાતી મારફત થવો જોઈએ. ને પ્રજાનું બધું કાર્ય તે જ ભાષામાં થવું જોઈએ. અંગ્રેજી જાણનારને જ સારી નોકરી મળી શકે છે તે પ્રથા બદલી નોકરોને લાયકાત પ્રમાણે ભાષાભેદ રાખ્યા વિના પસંદ કરવા જોઈએ. ગુજરાતી ભાષામાં તેઓને જોઈતું જ્ઞાન મળે એવી શાળાઓ સ્થપાવી જોઈએ, એવી અરજી પણ સરકારને જવી જોઈએ.
  • 1917માં બીજી ગુજરાતી કેળવણી પરિષદમાં કહ્યું, “માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યાં છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. તેથી પ્રજાએ ઘણું સહ્યું છે. તેમાંથી પ્રજાને છોડાવવી એ શિક્ષિત વર્ગની પહેલી ફરજ સમજુ છું.”[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. અક્ષરનાદ, ગાંધીજી