વિકિસૂક્તિ:ચકાસણીયોગ્યતા
આ પૃષ્ઠ ગુજરાતી વિકિસૂક્તિની નીતિઓનું વર્ણન કરે છે, જે મહદંશે સમૂદાયના સભ્યો સાથે ચર્ચા-વિમર્શ કરીને નિર્ધારિત કરવામાં આવી છે. આ એવા નિયમો છે જે સામાન્યત: બધાજ સભ્યોએ પાળવાના રહે છે. અહિં કરવામાં આવતા ફેરફારો માટે સંમતિ સધાઈ હોવી આવશ્યક છે. |
લેખ
વિકિપીડિયામાં, ચકાસણીયોગ્યતા એટલે જ્ઞાનકોશ વાચતા અને સંપાદન કરતા લોકો એ ચકાસી શકવા જોઈએ કે અપાયેલી માહિતી વિશ્વાસપાત્ર સ્રોત દ્વારા આવેલી છે. વિકિપીડિયા પ્રારંભિક સંશોધનો પ્રગટ કરતું નથી. તેમાં રહેલી વિગતો અગાઉ ક્યાંક ને ક્યાંક પ્રસિદ્ધ થઈ ચૂકેલી માહિતીઓ દ્વારા ખાત્રી કરાયેલી હોય છે નહિ કે સંપાદકોની માન્યતાઓ કે અનુભવો દ્વારા. એટલે સુધી કે, તમને ચોક્કસ ખાત્રી હોય કે ફલાણી વિગત સાચી છે તો પણ એને ઉમેરતા પહેલાં તેની ખાત્રી કરી શકાય એવો સંદર્ભ આપવો જરૂરી છે.[૧] જ્યારે વિશ્વાસપાત્ર સ્રોતો વચ્ચે અસહમતિ હોય ત્યારે દરેક સ્રોત શું જણાવે છે એ લખો અને દરેક સમતોલનપૂર્વક લખો, અને નિષ્પક્ષ દૃષ્ટિકોણ અપનાવો.
વિકિપીડિયાનાં મુખ્યસ્થળ પરની તમામ વિગતો, એટલે કે લેખો, યાદીઓ અને મથાળાઓ કે શિર્ષકો ચકાસણીપાત્ર હોવા જોઈએ. દરેક અવતરણો અને કોઈપણ વિગતો જે પડકારાયેલી કે પડકારી શકાય તેવી હોય તેના સંદર્ભ તરીકે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલો સુસંગત સ્રોત અપાયેલો હોવો જોઈએ જે એ વિગતોને ટેકો આપતો હોય. કોઈપણ વિગત જેને માટે સંદર્ભ જરૂરી હોય પણ અપાયો ન હોય તે હટાવવામાં આવશે. કૃપયા જીવંત વ્યક્તિત્વ વિષયક અસંદર્ભ તકરારી (વાંધાવચકા થઈ શકે તેવી) વિગતો તુરંત હટાવો.
સંદર્ભ કેવી રીતે આપવા/લખવા એ જાણવા માટે જુઓ : વિકિપીડિયા:સંદર્ભો ટાંકવા (Wikipedia:Citing sources). ચકાસણીયોગ્યતા, પ્રારંભિક સંશોધનો નહીં અને નિષ્પક્ષ દૃષ્ટિકોણ એ ત્રણે વિકિપીડિયાની મુખ્ય નીતિઓ છે. અપાયેલી માહિતીની ચોકસાઈપૂર્વક ખાતરી કરવા માટે એ ત્રણે સાથે મળીને કાર્ય કરે છે. આથી સંપાદકે (વિકિ પર લખનારે) એ ત્રણે નીતિઓના મુખ્ય મુદ્દાઓને વ્યવસ્થિત રીતે સમજી લેવા જોઈએ. તે ઉપરાંત દરેક લેખ પ્રકાશનાધિકાર નીતિનું પણ પાલન કરતો હોવો જોઈએ.
પુરાવાનો ભાર
ફેરફાર કરોદરેક અવતરણો અને કોઈપણ વિગતો જે પડકારાયેલી કે પડકારી શકાય તેવી હોય તેના સંદર્ભ તરીકે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલો સુસંગત સ્રોત અપાયેલો હોવો જોઈએ. સ્રોતનો સ્પષ્ટપણે અને ચોક્કસપણે (પાનું, પેટાવિભાગ, અથવા યોગ્ય બંધબેસતા વિભાગો એમ સ્પષ્ટતયા) સંદર્ભ ટાંકો. સંદર્ભ સ્પષ્ટપણે લેખમાં અપાયેલી વિગતોને ટેકો આપતો હોવો જોઈએ.
કોઈપણ વિગત જે સીધી રીતે વિશ્વાસપાત્ર સ્રોતનો સંદર્ભ ધરાવતી ન હોય, હટાવી શકાય છે. જો કે ક્યારે અને કેટલી ઝડપથી એ વિગત અને સંપૂર્ણ લેખની સમગ્રતયા સ્થિતિ પર આધારીત છે. સંપાદકોએ એવી વિગતોને તુરંત હટાવવાને બદલે {{સંદર્ભ આપો}} ટેગ લગાડીને યોગ્ય સંદર્ભ મેળવવા માટે વચગાળાનો સમય આપવા વિશે વિચારવું.[૨] જ્યારે પણ અસંદર્ભ વિગતોને ટેગ લગાવો અથવા હટાવો ત્યારે કૃપયા એ બાબત ચકાસીને ખાત્રી કરો કે એ વિગતનાં સંદર્ભ માટે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ સ્રોત ઉપલબ્ધ નથી અને તેથી એ વિગત ચકાસણીયોગ્યતા ધરાવતી નથી.[૩] જો તમે જાણતા/માનતા હોય કે આ વિગતો ચકાસણીયોગ્ય, ચકાસી શકાય તેમ, છે તો તેને ટેગ લગાવતા કે હટાવવાનું વિચારવા કરતાં જાતે જ એ માટેનો યોગ્ય સંદર્ભ શોધી અને ત્યાં લખો.
જીવંત વ્યક્તિઓ કે જૂથો વિષયક લેખમાં તેમની માનહાની થઈ શકે તેવી અસંદર્ભ કે અપૂરતા સંદર્ભયુક્ત વિગતો કદાપી રહેવા દો નહીં, કે ન તે મુદ્દાને ચર્ચાના પાને ફેરવો. "તુરંત હટાવો.". સાથે જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર નીતિ વિશે પણ જાગૃત રહો.[૪]
ક્યારેક સંપાદકો જે તે વિગત કે માહિતી ચકાસણીપાત્ર હોવા વિશે અસહમત હોય છે. પુરાવો આપવાનો ભાર, સાબિત કરવાની જવાબદારી, વિગતો લખનાર સંપાદકને માથે હોય છે, અને એ યોગ્ય સંદર્ભ આપવાથી પૂર્ણ થાય છે.[૫]
વિશ્વાસપાત્ર સ્રોતો
ફેરફાર કરોવિશ્વાસપાત્ર સ્રોત કોને ગણવા
ફેરફાર કરોવિકિપીડિયા પર શબ્દ "સ્રોત"નાં ત્રણ અર્થ છે:
- રચનાનો પ્રકાર (દસ્તાવેજ, લેખ, અથવા પુસ્તક એ એનાં કેટલાક ઉદાહરણ છે)
- રચનાકાર (દા.ત. લેખક)
- પ્રકાશક, પ્રસિદ્ધકર્તા (દા.ત.ઓક્સફર્ડ યુનિવર્સિટિ પ્રેસ)
ત્રણે વિશ્વાસપાત્રતાને અસરકર્તા છે.
લેખોનો પાયો વિશ્વાસપાત્ર, ત્રાહિત, સત્યતા-ચકાસણી અને ચોક્કસાઈ માટે આદરપાત્ર ગણાતા પ્રસિદ્ધ સ્રોતો પર હોય છે. સ્રોતરૂપ માહિતી પ્રસિદ્ધ થયેલી હોવી જ જોઈએ, જેની અમારી વ્યાખ્યા એ છે કે એ "કોઈને કોઈ સ્વરૂપમાં સૌને માટે ઉપલબ્ધ" હોવી જોઈએ.[૬] અપ્રસિદ્ધ કે અપ્રકાશિત સામગ્રી વિશ્વાસપાત્ર તરીકે ગણતરીમાં લેવાશે નહિ. એવા સ્રોતનો ઉપયોગ કરો જે લેખમાં દર્શાવાયેલી વિગતોને અને દાવાઓને ટેકો આપતા હોય કોઈપણ સ્રોતની યોગ્યતા સંદર્ભ પર આધારિત છે. ઉત્તમ સ્રોત તેનાં સ્થાને હકિકતો, કાયદાકિય બાબતો, પુરાવાઓ અને દલીલોની ચકાસણી અને પૃથક્કરણ બાબતે વ્યવસ્થિત ઢાંચો ધરાવતા હોય છે. આ મુદાઓને જેટલી ચોક્કસાઈથી ધ્યાને લેશો એટલો તમારો સ્રોત/સંદર્ભ વિશ્વાસપાત્ર બનશે. ખાસ કરીને ઔષધ અને જીવંત વ્યક્તિત્વ વિષયક બાબતો અંગેના સ્રોત પસંદ કરવામાં સાવચેત રહો.
ઇતિહાસ, ઔષધ, અને વિજ્ઞાન જેવા વિષયો માટે જો ઉપલબ્ધ હોય તો, વિદ્યાપીઠ ઇ.ના (academic) અને બારીકાઈથી પરીક્ષણ કરાયેલાં પ્રકાશનો સામાન્ય રીતે સૌથી વધુ વિશ્વાસપાત્ર સ્રોત ગણાય.
સંપાદકો વિશ્વાસપાત્ર નોન-એકેડેમિક સ્રોતોની વિગતો પણ વાપરી શકે છે, ખાસ કરીને જો તે માનનિય મુખ્યધારાના પ્રકાશનો હોય તો. અન્ય વિશ્વાસપાત્ર સ્રોતોમાં:
- વિશ્વવિદ્યાલય કક્ષાનાં પાઠયપુસ્તકો.
- આદરણિય પ્રકાશનગૃહો દ્વારા પ્રકાશિત પુસ્તકો
- સામયિકો
- અભ્યાસલેખો કે નોંધપત્રો.
- મુખ્યધારાના વર્તમાનપત્રો
સમાન માપદંડ પર સંપાદકો વિજાણુ માધ્યમોનો ઉપયોગ પણ કરી શકે છે. વિગતવાર સમજણ માટે જુઓ: en:Wikipedia:Identifying reliable sources અને en:Wikipedia:Search engine test.
વર્તમાનપત્રો અને સામયિકોના બ્લૉગ
ફેરફાર કરોકેટલાક વર્તમાનપત્રો, સામયિકો, અને અન્ય સમાચાર સંસ્થાઓ પોતાની વેબસાઈટો પર કટારો ને આશરો આપતા હોય છે (અન્ય લેખકોનાં લખાણો પ્રસિદ્ધ કરતા હોય છે) જેને તેઓ બ્લૉગ્સ કહે છે. જો લેખક વ્યવસાઈક હોય તો આ પણ સ્વીકારવા યોગ્ય સ્રોત બની શકે, પણ તેનો ઉપયોગ સાવચેતીથી કરવો કારણ કે કદાચ બ્લૉગ જે તે સમાચાર સંસ્થાઓની સામાન્ય સત્યાર્થતા ચકાસણી પ્રક્રિયાને અનુસરતા ન પણ હોય તેમ બને.[૭] જો કોઈ સમાચાર સંસ્થા બ્લૉગમાં લખાણ મંતવ્ય લેખે પ્રકાશિત કરતી હોય તો, એ વિધાનને જે તે લેખક સાથે જોડો. (ઉદા: વિનોદ ભટ્ટ લખે છે કે...). વાચકો દ્વારા લખાયેલા બ્લૉગ લખાણો સ્રોત/સંદર્ભ તરીકે વાપરો નહિ. વ્યક્તિગત કે જૂથ દ્વારા પ્રકાશિત બ્લૉગ્સ વિશ્વાસપાત્ર સ્રોત ગણાતા નથી, જુઓ સ્વપ્રકાશિત સ્રોતો નીચે.
ચર્ચા દ્વારા પાત્રતાપ્રાપ્ત વિશ્વાસપાત્ર સ્રોતો
ફેરફાર કરોકોઈ ખાસ વિધાન માટે કોઈ ચોક્કસ સ્રોતની વિશ્વાસપાત્રતા ચર્ચવા માટે, જે તે લેખના ચર્ચાને પાને કે ચોતરા પર ચર્ચા ચાલુ કરો (હાલ આપણે આ માટેનું અલગ સૂચનપટ બનાવ્યું નથી), જે કોઈ ખાસ દાખલામાં કઈ નીતિ લાગુ કરવી તે શોધવામાં ઉપયોગી બનશે. સ્રોત અને સંદર્ભો ટાંકવા બાબતે વિવિધ નીતિઓ લાગુ પડી શકે છે, ક્યારેક વિરોધાભાસ થતો જણાય તો આ નીતિને પ્રાધાન્ય આપવું રહેશે.
સામાન્યપણે અવિશ્વાસપાત્ર સ્રોતો
ફેરફાર કરોસંશયાત્મક સ્રોતો
ફેરફાર કરોસંશયાત્મક સ્રોતો એ છે જેની સત્યાર્થતા ચકાસણી વિષયક શાખ નબળી હોય, અર્થપૂર્ણ સંપાદકિય દુર્લક્ષ જેવી ઊણપ હોય, અથવા સ્પષ્ટપણે સ્વાર્થ કે હિત સંઘર્ષ દેખાતો હોય.[૮] વેબસાઈટ્સ અને પ્રકાશનો સહીતનાં કેટલાંક સ્રોતો એવા વિચારો દર્શાવે છે જે બહોળીમાત્રામાં અન્ય ઉદ્દામ મતવાદી અથવા તો કોઈ ખાસ મુદ્દાની જાહેરાત કે પ્રોત્સાહક વલણ ધરાવતા સ્રોતોને ધ્યાને લેતા હોય, અથવા તે ભ્રામક ગપસપ, અફવા કે વ્યક્તિગત મત પર જ ભારે આધાર રાખતા હોય. આ વા સંશયાત્મક સ્રોતને સંદર્ભ તરીકે માત્ર તે સ્રોતના વિષયના પોતાના લેખમાં જ વાપરી શકાશે; જુઓ નીચે. અન્યના વિષયે તકરારી દાવાઓ માટે એ ઉપયુક્ત ગણાશે નહીં.
સ્વપ્રકાશિત સ્રોતો
ફેરફાર કરોકોઈપણ પોતાનું વેબપાનું કે પુસ્તક પ્રકાશન કરી શકે છે, અને પોતે કોઈ ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાંત હોવાનો દાવો પણ કરી શકે છે. આ કારણે, સ્વપ્રકાશિત વિગતો, જેવી કે પુસ્તકો, પરવાનાઓ (patents), પત્રિકાઓ (newsletters), અંગત વેબસાઈટ્સ, ખુલ્લા વિકિઓ (open wikis), વ્યક્તિગત કે જૂથના બ્લૉગ્સ, ઈન્ટરનેટ ફોરમ્સ પરના પ્રકાશનો, અને ટ્વિટ્સ, આ બધું મુખ્યત્વે સ્રોતો તરીકે સ્વિકાર્ય નથી. સ્વપ્રકાશિત નિષ્ણાત, તજજ્ઞ, સ્રોતો કદાચ ત્યારે વિશ્વાસપાત્ર ગણાય જ્યારે તે પ્રસ્થાપિત તજજ્ઞ દ્વારા તેના પોતાના તજજ્ઞતા વિષય બાબતે પ્રકાશિત કરાયા હોય, અને એનું એ સંબંધકર્તા ક્ષેત્રનું કાર્ય અગાઉ અન્ય વિશ્વાસપાત્ર ત્રાહિત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયું હોય.[૭] આવા સ્રોતોના ઉપયોગ વખતે ખાસ સાવધાની રાખો: જો કોઈ પ્રશ્નના ઘેરામાં રહેલી વિગત એ દ્વારા અહીં આવી જશે તો કોઈ ને કોઈ તો જરૂર પ્રશ્ન ઉઠાવશે જ.[૯] જીવંત વ્યક્તિત્વ વિશેનાં સ્વપ્રકાશિત સ્રોતને ત્રાહિત સ્રોત લેખે વાપરો નહીં, પછી ભલે તે લખનાર તજજ્ઞ હોય, બહુ જાણીતા વ્યવસાઈક સંશોધક હોય, કે લેખક હોય.
સંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતોને સ્રોત લેખે વાપરેલા સ્રોતો
ફેરફાર કરોસંશયાત્મક કે સ્વપ્રકાશિત સ્રોતો એમના પોતાના વિશેના લેખોમાં વપરાયા હોઈ શકે છે, ખાસકરીને એમના વિશેના કે એમની પ્રવૃત્તિઓ વિશેના લેખોમાં અને જે તે ક્ષેત્રનાં નિષ્ણાત દ્વારા પ્રકાશિત સ્વપ્રકાશિત સ્રોત હોવાની જરૂરિયાત વગર, પણ ત્યાં સુધી જ્યાં સુધી:
- વિગતો ન તો વધારે પડતી પોતાને જ મહત્વ આપનારી કે ન તો અસાધારણ દાવાઓ કરનારી હોવી જોઈએ;
- એ ત્રાહિત વિષયક દાવાઓમાં સંકળાયેલા ન હોવા જોઈએ;
- એ સ્રોત સાથે સીધી રીતે ન સંકળાયેલી ઘટનાઓ બાબતના દાવાઓમાં સંકળાયેલા ન હોવા જોઈએ;
- એની પ્રમાણભૂતતા વિશે કોઈ વાજબી શંકા ન હોવી જોઈએ;
- આખો લેખ પ્રાથમિકપણે આવા સ્રોતો પર જ આધારિત ન હોવો જોઈએ.
આ નીતિ સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટ્સ જેવી કે ટ્વિટર, ટમ્બ્લર અને ફેસબુક વિશેના લેખોને પણ લાગુ પડે છે.
વિકિપીડિયા અને વિકિપીડિયાને સ્રોત લેખે વાપરતા સ્રોતો
ફેરફાર કરોવિકિપીડિયાના લેખોને સ્રોત/સંદર્ભ તરીકે વાપરો નહીં. ઉપરાંત, વિકિપીડિયાના લખાણો, વિગતોનો ઉપયોગ કરી તેની પ્રતિકૃતિરૂપ બનાવાયેલી વેબસાઈટ્સ કે વિકિપીડિયાનો સ્રોત તરીકે આધાર લેનાર પ્રકાશનોને પણ સ્રોત/સંદર્ભ તરીકે વાપરો બહીં. વિકિપીડિયા પરથી લેવાયેલી વિગતો/વિષયો જ્યાં સુધી વિશ્વાસપાત્ર સ્રોતના સંદર્ભનું પીઠબળ ધરાવતા ન હોય ત્યાં સુધી વિશ્વાસપાત્ર તરીકે ગણતરીમાં લેવાતા નથી. પ્રથમ એ નિશ્ચિત કરો કે આ સ્રોતો વિગતોને ટેકો આપે છે, પછી જ તેમને સીધેસીધાં વાપરો. (એ ઉપરાંત વિકિપીડિયાના લેખ કે વ્યુત્પન્ન કાર્યને સંદર્ભ લેખે વાપરવાથી અન્યોન્યાશ્રયી સંદર્ભ કે પારસ્પરિક સંદર્ભનું જોખમ પણ રહે છે.)
જો કે જ્યારે લેખમાં વિકિપીડિયા વિશે જ ચર્ચા હોય ત્યારે અપવાદ માન્ય છે, એ સમયે વિકિપીડિયા કે અન્ય વિકિપીડિયા પ્રકલ્પને સ્રોત લેખે ગણી સંદર્ભ આપી શકાય છે. આવા દાખલાઓમાં એ પ્રાથમિક સ્રોત ગણાશે, અને તેને પ્રાથમિક સ્રોતોની નીતિ લાગુ પડશે. આવા સમયે લેખ માંહ્યલા લખાણમાં એ સ્પષ્ટ ઉલ્લેખ કરવો કે આ વિગતો વિકિપીડિયાને સ્રોત ગણીને લીધેલી છે જેથી કરીને વાચક સંભાવ્ય પક્ષપાતી વલણથી સાવચેત રહી શકે.
પહોંચક્ષમતા
ફેરફાર કરોસ્રોતો સુધીની પહોંચ
ફેરફાર કરોકેટલાંક વિશ્વાસપાત્ર સ્રોતો સુધી પહોંચવું સહેલું નથી હોતું. દા.ત. કેટલાંક ઓનલાઈન સ્રોતો પર નાણાકિય ચૂકવણી પણ કરવાની થતી હોય છે, જ્યારે કેટલાંક છપાયેલા (પુસ્તક જેવા સ્વરૂપના) સ્રોતો માત્ર અમુક વિશ્વવિદ્યાલયના ગ્રંથાલય કે એવા અન્ય ઓફ્ફ લાઈન સ્થળો પર જ ઉપલબ્ધ હોય છે. માત્ર પહોંચમાં અઘરાં કે મોંઘા હોવાના કારણોસર જ આવા સ્રોતોને ત્યજી ન દ્યો. એમ બની શકે કે તમે ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હોય પણ અન્ય કોઈ તમારા વતી તે ઉપલબ્ધ કરાવી શકે.
અન્ય-ભાષી સ્રોત
ફેરફાર કરોઅન્ય-ભાષી સ્રોતો ટાંકવા
ફેરફાર કરોજ્યારે ગુજરાતી સિવાયના, અન્ય-ભાષી, સ્રોતો ટાંકો ત્યારે, તેની સાથે તેનું યોગ્ય ગુજરાતી ભાષાંતર પણ જરૂર લખવું. એમાં પણ વિકિપીડિયન્સ દ્વારા કરાયેલા ભાષાંતર કરતાં અન્ય કોઈ વિશ્વાસપાત્ર સ્રોત દ્વારા કરાયેલા ભાષાંતરને પ્રથમ પસંદગી આપવી, પણ (એ ઉપલબ્ધ ન હોય તો) મશિન ભાષાંતર કરતાં વિકિપીડિયન્સ દ્વારા કરાયેલા ભાષાંતરને પસંદ કરવું. જરૂર પડે તો ભાષાંતર કરી શકતા અન્ય સભ્યોને જાણ કરી ભાષાંતર કરી આપવા માટે કહેવું.
આ કાર્યમાં ખાસ તો પ્રકાશનાધિકારભંગ ન થાય તેની દરકાર રાખવી. (ગુજરાતી વિકિપીડિયા પર હાલ કામચલાઉ વ્યવસ્થારૂપે ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષાનાં સ્રોતોને (કદાચ સમય/સંજોગ ન હોય તો) યથાવત ટાંકી શકો છો.)
અન્ય મુદ્દાઓ
ફેરફાર કરોચકાસણીપાત્રતા હોવી એ સંદર્ભ તરીકે માન્ય થવાની ખાત્રી નથી
ફેરફાર કરોચકાસણીપાત્રતા ધરાવતી વિગતો લેખમાં સ્વિકાર્ય ગણાશે એનો અર્થ એ નથી થતો કે ચકાસણીપાત્રતા ધરાવતી સઘળી વિગતો લેખમાં ઉમેરી જ દેવી. સર્વસામાન્ય અભિપ્રાય દ્વારા એ નિર્ણય થાય કે અપાયેલી વિગત લેખને વધુ સારો કે ઉન્નત બનાવી શકે તેવી નથી તો એવી વિગતોને પડતી મુકી શકાય અથવા તો અન્ય કોઈ ઉપયુક્ત લેખમાં વાપરી શકાય છે.
અસાધારણ દાવાઓ માટે અસાધારણ સ્રોતો જોઈએ
ફેરફાર કરોકોઈપણ અસાધારણ દાવા માટે "બહુવિધ" ઉચ્ચ-ગુણવતાના સ્રોતો જરૂરી છે.[૧૦]જે બાબતો પર વધુ સાવચેત રહેવા જેવું છે તે:
- વિલક્ષણ કે આશ્ચર્યજનક અથવા દેખીતી રીતે મહત્વનાં દાવાઓ જે બહુવિધ મુખ્યધારાનાં સ્રોતો દ્વારા આવૃત્ત થયેલા ન હોય;
- (લેખમાંની માહિતીઓને) પડકારતા એવા દાવાઓ જે દેખીતી રીતે જ પ્રાથમિક કે સ્વપ્રકાશિત સ્રોતો અથવા સ્વાર્થ કે હિતસંબંધ ધરાવતા સ્રોતો પર આધારીત હોય;[૮]
- કોઈક દ્વારા કરાયેલા નિવેદનનો અહેવાલ જે વ્યક્તિત્વબાહ્ય (out of character) જણાતો હોય, કે તેના હિતની, જેનો તેણે અગાઉ બચાવ કર્યો હોય, વિરૂદ્ધ જતો હોય;
- એવો દાવો જે સંકળાયેલા સમૂહનાં પ્રચલિત મત સાથે વિસંગત હોય, અથવા અર્થપૂર્ણ રીતે મુખ્યધારાની માન્યતાઓને બદલતો (સાંપ્રત માન્યતાઓથી અલગ) જણાતો હોય, ખાસ કરીને વિજ્ઞાન, ઔષધવિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ અને જીવંત લોકોનાં જીવનચરિત્ર વિષયમાં. આ બાબત ત્યારે વિશેષ કરીને સાચી ઠરે છે જ્યારે દાવો કરનારને ચૂપ કરાવવા માટે પ્રસ્તાવ કરનારાઓ (જેનું ખંડન થયું તે માન્યતાનાં સમર્થકો) તેને કાવતરું ગણાવે છે.
આ પણ જુઓ
ફેરફાર કરોનોંધ
ફેરફાર કરો- ↑ આ નિયમ અગાઉ અહીં "માત્ર સાચું નહિ, ચકાસણીયોગ્ય" એ શબ્દોમાં વર્ણવાયો હતો.
- ↑ જો કે બહુ જ ઓછાં સંદર્ભો ધરાવતા લેખ કે જ્યાં વધુ પડતી "સંદર્ભ આપો" ટેગ લગાવવાની જરૂરીયાત ઊભી થતી જણાતી હોય તેવા લેખોમાં લીટીએ લીટીએ આવી ટેગ મેલવા કરતાં સમગ્ર વિભાગને કે સમગ્ર લેખને જ {{સંદર્ભ}} ટેગ લગાવવી અથવા તો તેના ચર્ચાના પાને સંદર્ભ વિષયક બાબતો જણાવવી.
- ↑ જ્યારે આવી વિગતોને ટેગ લગાવો કે હટાવો, કૃપયા મગજમાં રાખો કે આવા સંપાદનો સરળતાથી અણસમજનો ભોગ બની શકે છે. કેટલાક સંપાદકોનો વિરોધ અન્યને ઉગ્ર, વારંવાર એનું એજ લખનાર બનાવી શકે છે. અને મોટા પાયે અસંદર્ભ વિગતો હટાવવા જતાં, ખાસ તો કોઈ ચોક્કસ દૃષ્ટિકોણ વિષયક લેખો પર, અન્યને એમ માનવા પ્રેરી શકે છે કે તમે નિષ્પક્ષ દૃષ્ટિકોણની નીતિનો ભંગ કરો છો. બીજું કે એ જ લેખમાં અન્યત્ર ક્યાંય પણ એ જ વિગતો માટેનો સંદર્ભ અપાયેલો છે કે કેમ. ટૂંકમાં, ખોટો વાદ-વિવાદ ટાળવા માટે ચોક્કસપણે ખાત્રી કરી અને પછી સ્પષ્ટપણે દર્શાવો કે આ વિગતોનો ચકાસણીયોગ્ય સંદર્ભ ઉપલબ્ધ નથી. જરૂર પડ્યે ચર્ચાના પાને ચર્ચા કરો.
- ↑ Wales, Jimmy. "Zero information is preferred to misleading or false information", WikiEN-l, May 16, 2006: "I can NOT emphasize this enough. There seems to be a terrible bias among some editors that some sort of random speculative 'I heard it somewhere' pseudo information is to be tagged with a 'needs a cite' tag. Wrong. It should be removed, aggressively, unless it can be sourced. This is true of all information, but it is particularly true of negative information about living persons."
- ↑ સંપાદક સદ્ભાવપૂર્વક જેને પર્યાપ્ત માનતો હોય તેવો સંદર્ભ એક વખત અપાઈ જાય, ત્યાર પછી અન્ય કોઈપણ સંપાદક જે તેને વિકિપીડિયા પરથી હટાવવા માંગતો હોય તેણે તે હટાવવું ન્યાયપૂર્ણ હોવાનું સાબિત કરવું જોઈએ. અને એવા લખાણ કે સંદર્ભ વિષયક સંભાવ્ય તમામ મુશ્કેલીમાં સર્વસામાન્ય અભિપ્રાય મેળવવા વિષયે બધા (વધુમાં વધુ) સંપાદકોની મદદ ઈચ્છનીય ગણાય છે.
- ↑ આમાં એવી સામગ્રી જેમ કે જાહેર પહોંચ વાળા દફતરો, સ્મારકો પરનાં લખાણો, શિલાલેખો, તામ્રપત્રો, હસ્તલીપીઓ, કબરનાં પથ્થરો, વગેરે જે દરેકને જોવા માટે ખુલ્લા/ઉપલબ્ધ હોય.
- ↑ ૭.૦ ૭.૧ Please do note that any exceptional claim would require exceptional sources
- ↑ ૮.૦ ૮.૧ Sources that may have interests other than professional considerations in the matter being reported are considered to be conflicted sources. Further examples of sources with conflicts of interest include but are not limited to articles by any media group that promote the holding company of the media group or discredit its competitors; news reports by journalists having financial interests in the companies being reported or in their competitors; material (including but not limited to news reports, books, articles and other publications) involved in or struck down by litigation in any country, or released by parties involved in litigation against other involved parties, during, before or after the litigation; and promotional material released through media in the form of paid news reports. For definitions of sources with conflict of interest:
- The Columbia Center for New Media Teaching and Learning, Columbia University mentions: "A conflict of interest involves the abuse – actual, apparent, or potential – of the trust that people have in professionals. The simplest working definition states: A conflict of interest is a situation in which financial or other personal considerations have the potential to compromise or bias professional judgment and objectivity. An apparent conflict of interest is one in which a reasonable person would think that the professional's judgment is likely to be compromised. A potential conflict of interest involves a situation that may develop into an actual conflict of interest. It is important to note that a conflict of interest exists whether or not decisions are affected by a personal interest; a conflict of interest implies only the potential for bias, not a likelihood. It is also important to note that a conflict of interest is not considered misconduct in research, since the definition for misconduct is currently limited to fabrication, falsification, and plagiarism."
- The New York Times Company forwards this understanding: "Conflicts of interest, real or apparent, may arise in many areas. They may involve tensions between journalists' professional obligations to our audience and their relationships with news sources, advocacy groups, advertisers, or competitors; with one another; or with the company or one of its units. And at a time when two-career families are the norm, the civic and professional activities of spouses, household members and other relatives can create conflicts or the appearance of them."
- ↑ Self-published material is characterized by the lack of independent reviewers (those without a conflict of interest) validating the reliability of contents. Further examples of self-published sources include press releases, material contained within company websites, advertising campaigns, material published in media by the owner(s)/publisher(s) of the media group, self-released music albums and electoral manifestos:
- The University of California, Berkeley library states: "Most pages found in general search engines for the web are self-published or published by businesses small and large with motives to get you to buy something or believe a point of view. Even within university and library web sites, there can be many pages that the institution does not try to oversee."
- Princeton University offers this understanding in its publication, Academic Integrity at Princeton (2011): "Unlike most books and journal articles, which undergo strict editorial review before publication, much of the information on the Web is self-published. To be sure, there are many websites in which you can have confidence: mainstream newspapers, refereed electronic journals, and university, library, and government collections of data. But for vast amounts of Web-based information, no impartial reviewers have evaluated the accuracy or fairness of such material before it's made instantly available across the globe."
- The Chicago Manual of Style, 16th Edition states, "any Internet site that does not have a specific publisher or sponsoring body should be treated as unpublished or self-published work."
- ↑ Hume, David. An Enquiry concerning Human Understanding, Forgotten Books, 1984; first published 1748, pp. 82, 86: "A wise man ... proportions his belief to the evidence. ... That no testimony is sufficient to establish a miracle, unless the testimony be of such a kind, that its falsehood would be more miraculous, than the fact, which it endeavours to establish; and even in that case there is a mutual destruction of arguments, and the superior only gives us an assurance suitable to that degree of force, which remains, after deducting the inferior." In the 18th century, Pierre-Simon Laplace reformulated the idea as "The weight of evidence for an extraordinary claim must be proportioned to its strangeness." Marcello Truzzi recast it again, in 1978, as "An extraordinary claim requires extraordinary proof." Carl Sagan, finally, popularized the concept broadly as "Extraordinary claims require extraordinary evidence" in 1980 on Cosmos; this was the formulation originally used on Wikipedia.