વિકિસૂક્તિ:T173070સ્વશિક્ષા
પરિચય | સંપાદન | રુપરંગ | કડી જોડો | સંદર્ભ અને સ્ત્રોત | ચર્ચા પાનું | ધ્યાન રાખો | નોંધણી | જતા-જતા |
વિકિસૂક્તિ લેખ સંપાદન સ્વશિક્ષા
વિકિસૂક્તિ ઘણાં સદસ્યોના સહયોગથી બનેલો એક મુક્ત સૂક્તિસંગ્રહ છે જેમાં આપ પોતાનું યોગદાન સરળતાથી આપી શકો છો. આ પાઠ આપને એક વિકિસૂક્તિ યોગદાનકર્તા બનવા માટે સહાય કરશે.
આ પાઠના પાનાઓ આપને વિકિસૂક્તિમાં લેખ લખવા માટેના યોગ્ય રસ્તા/સાધનોથી અવગત કરાવશે, એટલે કે લેખ કેવી રીતે લખવો જોઇએ અને કઇ સામગ્રી યોગ્ય કે અયોગ્ય છે. આ પાઠ આપને વિકિસૂક્તિ સભ્ય સમૂદાય, નીતિઓ અને વ્યવહાર વિશે પણ માહિતગાર કરશે.
આ માત્ર એક પ્રારંભિક પાઠ છે અને તેમાં બારીક વિષયો પર વિસ્તૃત જાણકારી નથી. આ વિષયોનું વિસ્તૃત જ્ઞાન આપને અન્ય પાનાઓ પર મળશે, આ માટે આ પાઠમાં વાદળી રંગની કડીઓ પર ક્લિક કરવાથી તે આપને જે તે પૃષ્ઠ પર લઈ જશે. તેને વાચવા માટે આપ પોતાના બ્રાઉઝર પર તેને અન્ય ટેબમાં ખોલી શકો છો.
શીખતા-શીખતા આપ પ્રયોગસ્થળ પર પણ જઇ શકો છો. તે સ્થળે આપ ઇચ્છો તેવા-તેટલા ફેરફારો કરી શકો છો. આપને કોઇ રોકશે કે ટોકશે નહી. તેમાં આપ ગમે તેટલી સાચી ખોટી ખીચડી પકાવો તો પણ કોઇ સભ્ય કશો જ વાંધો લેશે નહી. હા, તે સંપાદન પ્રયોગોના બદલે જા×ખ કે અસભ્ય અને અસંગત લખાણ ન હોવું જોઇએ.
આવો, વિકિસૂક્તિમાં સંપાદન કરતા શીખીએ!