અહિંસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''અહિંસા''' એટલે કે મન, વચન અને કર્મથી સ્થૂળ ક...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
→‎સૂક્તિઓ: કડી મઠારી
 
લીટી ૧:
'''અહિંસા''' એટલે કે મન, વચન અને કર્મથી સ્થૂળ કે સૂક્ષ્મ રીતે કોઇ પણ પ્રકારની હિંસા ન કરવી તેને અહિંસા કહેવામાં આવે છે.
==સૂક્તિઓ==
===[[ગાંધીજી]]===
*[[સત્ય]]નો, અંહિસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અંહિસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ [[સાધના]] કરવાથી જ તેનાં દર્શન થાય.
*આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇ ને ન જ મારવું એ તો છે જ. [[કુવિચાર]] માત્ર [[હિંસા]] છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. [[દ્વેષ]] હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું [[આત્મહત્યા]] કરીએ? તો યે આરો નથી. [[વિચાર]]માં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપ તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.