પ્રેમાનંદ

ગુજરાતી કવિ
(સર્જક:પ્રેમાનંદ થી અહીં વાળેલું)

ભક્ત કવિ શ્રી પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય) નો જન્મ વડોદરામાં વિક્રમ સંવત આશરે ૧૬૯૨ (ઇસ. ૧૬૩૬)માં થયો હતો અને તેમનું અવસાન આશરે સંવત ૧૭૯૦ (ઇસ. ૧૭૩૪)માં થયું હોવાનું અનુમાન છે. તેજો જન્મે બ્રાહ્મણ હતાં અને તેમની અટક ઉપાધ્યાય હતી. તેઓ ઓખાહરણ, મામેરૂં, નળાખ્યાન, સુદામા ચરિત અને દાણલીલા જેવી તેમની રચનાઓને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે આખ્યાનો રચીને સાહિત્યને એક નવો આયામા આપ્યો હતો. આપણા ઉત્તમ આખ્યાનકવિ હોવાને કારણે તેઓ 'કવિ-શિરોમણિ' નુ માન પામ્યા છે.

  • ઓખાહરણ(૧૬૬૭)
  • મામેરૂં(૧૬૮૩)
  • નળાખ્યાન(૧૬૮૬)
  • સુદામા ચરિત(૧૬૮૨)
  • અભિમન્યુ આખ્યાન(૧૬૭૧)
  • ચંદ્રહાસાખ્યાન(૧૬૭૧)
  • મદાલસા આખ્યાન(૧૬૭૨)
  • હૂંડી(૧૬૭૭)
  • શ્રાદ્ધ(૧૬૮૧)
  • સુધન્વા આખ્યાન(૧૬૮૪)
  • રુક્મિણીહરણ-શલોકો(૧૬૮૬)
  • રણયજ્ઞ(૧૬૯૦)