સેવા
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
This article આ લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ??
- સેવા મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ છે અને તે જ તેના જીવનનો આધાર છે.
- સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે.
- સેવાથી શત્રુ પણ મિત્ર થઇ જાય છે.
- ભ્રાંતૃભાવથી કરેલી સેવા કરતા આત્મભાવથી કરેલી સેવા ઉત્તમ છે.
- સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે.
- સેવામાર્ગ ભક્તિમાંર્ગથી પણ ઊંચો છે.
- જે પ્રદર્શન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઊંચાઇ પર પહોંચી જાય છે.
- ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે.
- માણસ સ્વતંત્ર અને સ્વાશ્રયી બને, એ પણ એક ખરી અને સંગીન સેવા છે.
- જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
- સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.