અખાના છપ્પા/કૃપા અંગ
← ચેતના અંગ | અખાના છપ્પા કૃપા અંગ અખો |
ધીરજ અંગ → |
પૂરણા બ્રહ્મા પ્રીછવાઅ કાજ, નવધા ભક્તિ વૈસણવા સાજ;
અલ્પ આદરે જો આવે હાથ, તો અખા કાજ શું શોધ્યા સાથ. ૧૧૦ હરિમણિકંઠે પોતાને અમૂલ્ય, તે પડ્યો જાણી બહારા ખોળે ધૂળ;
અલ્પ પ્રાપ્ત્ને અતિઆયાસ, અખના જાણે આતમ પાસ. ૧૧૧ હરિની ઇચ્છાયે હરિ મળે, તે તો અખા અંતરમાં ગળે;
કૃપા હરિ હસ્તણીશું કાજ, ઢોળે કળશા તો પામે રઆજ. ૧૧૨ સાત દને પરીક્ષિત રાજન, ભ્રમા ગયો ભેત્યા ભગવાન;
તે તેવાના તેવા રહ્યા, અખા હરિની જોઈએ માયા. ૧૧૩ અખા કામ ચે સમજ્યા સાથ, પણ કૃપારૂપિણી જોઇએ આથ્ય;
કૃપા સમજા અર્થ સર્વે કૃત્ય, જો ઉપજે તો પામે તર્ત ૧૧૪ |
વણ સમજે સબળો સંસાર, સમજે જાય સઘળો ભાર;
અખા પ્રેત બીહીનાને ખાય, (પણ) ધીરજવાન તે કુશળે જાય. ૧૧૫ એક અફીણ બીજો સંસારી રસ, અધિકા કરે તેમ આપે કસ;
કો મૂકે તો મુવે સરે, નહીં તો અખા ત ખાતો મરે. ૧૧૬ ત્યમ એ ભોગ તણો સંસાર, જીર્ણા થયો તો પડિયો આહાર;
અખા ખસ જેમ ચંચાળ્યે થાય, (અને) ઘસી ફેદી તો સમૂળી જાય. ૧૧૭ જાયા સમૂળો તેમ સંસાર, કરતાં આત્માતત્ત્વવિચાર;
કર્મા કરતા નાવે છેક, અખા વિચારે ન મળે શેષ. ૧૧૮ |