અખાના છપ્પા/ચેતના અંગ
← સ્વાતીત અંગ | અખાના છપ્પા ચેતના અંગ અખો |
કૃપા અંગ → |
વારંવાર માનવદેહ નથી, પામ્યો તો કેતે ઘરથી;
ત્યારે અખા જપમાલા ગ્રહે, ભાંગ્યે ઘડે પાણી કેમ રહે. ૧૦૩ તાપ મેલે જેમ લોઢાતણો, વાયે અગ્નિ કાંઇ થોડો ઘણો;
એમ અખા પરમેશ્વર ભજે, પડ્યે મને કાંઇ નહીં નીપજે. ૧૦૪ અવસરા ચેતે તે નર ભલો, સહૂરો જેમ ઝુઝે એકલો;
જેમ તેમ કરી સારે નિજ કાજ, અખા જાઓ કે રેજો લાજ. ૧૦૫ વૃદ્ધ થયો વંઠ્યું મના તન, ઉપાય ટલ્યો ને ખુટ્યું ધન;
અખો ભજી નહીં જાણ્યો નાથ, ભોંયે પડ્યા ચારે હાથ. ૧૦૬ |
હરિ ભજતાં જોઇએ હેત પ્રીત, માંહે આતુરતા સંતની રીત;
તે નર હરિને પામે નિર્વેદ, અખા એજ ભજવાનો ભેદ. ૧૦૭ આરતા વિના ભજે શુંથશે, પીતળા સોનામાં કેમા જસે;
કથા કિર્ત્તન બહુ કરતા ફરે, અખા હરિ પ્રાપ્ત લેખે સરે. ૧૦૮ આતુરતા આની આરાધ, સન્મુખ થઇ સદ્ગુરુને સાધ્ય;
હરિ વિનાફોકટ ફાંફાં જાન, અખા રામ નોહે પાણી પહાણ. ૧૦૯ |