અખાના છપ્પા/ક્ષમા અંગ
← વિચાર અંગ | અખાના છપ્પા ક્ષમા અંગ અખો |
તીર્થ અંગ → |
કિલ્બિશ જન્મ કાલનાં જાય, જેનાં નામતણો મહિમાય;
તેની ભક્તિ કરે ઓળખી, એ સમરેથી અખા નર સુખી. ૭૧ જે બોલે ચાલે સાંભળે, કરતાથકો કેમાં નવ ભળે;
કર્ત્તા ભર્ત્તા હર્ત્તા જેહ, અખા ભક્તા જે જાણે એહ. ૭૨ પૂજ્ય તેને સમજી ઓળખી, જે વકને વચને ટાળે દુઃખી;
ગુણાતીત ગુણ અંગી કરી, આપે આપ સમજાવે હરી. ૭૩ પૂજંતા પ્રતિમા ગુણા સેજ, પન બોલતી મૂર્ત્તિમાં હરિ છેજ;
પિંડ ના જોઇશ જોજે વસ્ત, અખા મળે હરિ હસ્તેહસ્ત. ૭૪ અખિલ જગત મૂર્ત્તિ રમની, મહા જ્ઞાનીની મૂરત કામની;
કારણ તેનું એક વિશેષ, અખા હું ન મળે જ્યાં શેષ. ૭૫ |
કોટિ વર્ષ પ્રતિમા પૂજિયે, પણ જ્ઞાની મૂરત પામી સેવિયે;
જડ ચૈતન્ય ગમે તે પૂજ, અખા સેવન તેની સૂજ. ૭૬ પૂજાનો એ ભાળે ભેવ, જે પૂજી નિપન્યા શુકદેવ;
અખા જ્ઞાનીનો મહિમા ઘણો, ઇશે ઇશ રખે કોઇ ગનો. ૭૭ દીસે સૌ સરખાં વરતંત; ખાતાં પીતાં મરતાં જંત;
અખા તે વૃત્યમાં બહુ ભાવ, જલને ભારે તર્યું જાય નાવ. ૭૮ ભક્તિ એકાસી પૂરી થૈ, ભાસીમી બુધ્ય આવી રઅહી;
પંકા કરે તે સૌકો કરે, અખા એવું વિરલા મન ધરે. ૭૯ સોળે અઁશે હરિ જાની હૃદે, જેની વાણી બીજું નવ વદે;
તે માટે હરિજના સ્વે હરી. અખા રખે કો પૂચો ફરી. ૮૦ |