અખાના છપ્પા/જ્ઞાની અંગ
← સ્વભાવ અંગ | અખાના છપ્પા જ્ઞાની અંગ અખો |
જીવ ઇશ્વર અંગ → |
સકળ લોક ત્યમ જ્ઞાતા પુરુષ, એમ જાણે તે નર છે મૂરખ;
અખા અમૃત તે પાણી નોય, રસ જાણી ગણશો માં તોય. ૧૭૦ જ્ઞાનીનો લક્ષ પરપંચપાર, જેમ નાવ ચાલે ધ્રુને આધાર;
જેમ દીપક કેરી ગત્ય ગગન, એમ પરબ્રહ્મમાં અખા તું ગણ. ૧૭૧ સેજ સ્વભાવે સર્વાતીત, દ્વૈત તેજ ભાસ્યું અદ્વૈત;
અખા જ્ઞાતા દેખે અશું, અદભુત કારણ જ્યાં ઉલસ્યું. ૧૭૨ |
સમજ્યો સમજ્યાની ગત લહે, જેમ સ્વપ્ન સાખ્ય બીજો નવ કહે;
સમજણહાર વિના સમજવું, કહે અખો હું એવું કેવું. ૧૭૩ ભવન ત્રણ સ્ફુર્ણ મનતણું, જેમ સૂર્ય કારણ રેણીદિનતણું;
અખા તેમ જે મનને લહે, ત્યારે સેજે પરમ કારણ રહે. ૧૭૪ પરાપાર પરમેશ્વર વસે, સેજે સેજ ત્યાંથો ઉલસે;
અખા વાત એ સાચી જાણ, તેહ વિના મન રખતી વાણ. ૧૭૫ |