અખાના છપ્પા/સ્વભાવ અંગ

← વિશ્વરૂપ અંગ અખાના છપ્પા
સ્વભાવ અંગ
અખો
જ્ઞાની અંગ →


સ્વયંભાવે નભ ઉલસે સદા, જેમ હેમપર્વત અદબદા;

ઘનઘટાવિના થાએ વૃષ્ટ, એમ જ્ઞાનીને હોયે પુષ્ટ;

ગળી પાલો ગંગા થઇ વહે, ત્યાં અખો શું સાધન કહે. ૧૫૪

નિરાધાર નાટક અટપટું, સ્વત સિદ્ધ દીસે સામટું

ઉત્પત્તિ સ્થિતિ લય સેજે થાય, પ્રવાહતણી પેરે ચાલ્યું જાય

તેમાં આચાર્યે કીધી જુક્તિ, કલ્પ્યો બંધ ને માની મુક્તિ. ૧૫૫

ર્શનભેદ દાવા મત ઘણાં, ગઢ બાંધી રયા આપ આપણા

એક એકપે હુંકી રયા, અમે પામ્યા બીજા વેતા ગયા

અખા નાટકની એવી રીત, મન લાગે છે દ્વૈતાદ્વૈત. ૧૫૬

જે છે તે ત્યાં આપોઆપ, બીજો તે નારાયણ થાપ

સમી સમજ સમજ્યા વિના સૌ, આપાપણા મત તાણે બૌ

અખા ચાલ્યો મત માયા તણો, દ્વૈતઅધ્યારા સૌને છે ઘણો. ૧૫૭

પંડિત ડાયા વિચારો સાત, પણ સાત વાતની એકજ વાત;

જો પ્રગટ હરિ વસનારા થાય, ત્યાં સાધન ધર્મ ન જુએ કાંય;

અખા સાધન બીજાં જે બૌ, કાળકર્મકર સૌંપ્યાં સૌ. ૧૫૮

ણે ગણે હરિ નાવે હાથ, દાન તપસ્યા કાળને શાથ;

વ્યાકરણ વેદ સમાધિ અભંગ, જોતાં સર્વ માયાનું અંગ;

અખા અણલિંગી પદ અનુપ, જ્યાં ધ્યેધ્યાતા ન રહે રૂપ. ૧૫૯

પૂર્વજન્મ કર્મ અનુસાર, ઉત્તમ મધ્યમ ભોગ સંસાર;

જેણે હું મમતા સત્ય માન્યો દેહ, ત્રિવિધ કર્મ કલ્પે છે તેહ;

પ્રાય અખા જ્યાંહાં દ્વૈતઅભાવ, ત્યાં પૂર્વ જન્મનો શિયો ઠરાવ. ૧૬૦

હાવિચાર વિચાર્યો અખે, જે ગગનચંદ નાવે જલવિષે;

વચે લહરી તરંગ બુદબુદા, બિંદુવિકાર ઇંદુને નહિ કદા;

એમ પરમાત્મા જાણે પિંડ, તે મહામહાત્મા તારક ભૂમંડ્ય. ૧૬૧

અખાના છપ્પા