અખાના છપ્પા/પ્રતીતિ અંગ
← પ્રાપ્તિ અંગ | અખાના છપ્પા પ્રતીતિ અંગ અખો |
હરિ પામવા સૌ તપ કરે, અખો હરિમાં મેળે ફરે
જેમ ભરસાગરે તીમિંગલ રમે, હું હરિમાં તો દેહ કોણ દમે. ૨૫૭ પેરેપેરે મેં જોયું મથી, જે હરિવિના પદારથ નથી
એમ જોતાં હરિ લાગ્યો હાથ, ટળ્યો અખો ને એ રહી આથ્ય. ૨૫૮ ઉમેરણ જે ઉસરણ કર્મ, હરિ મારગમાં જાણે શ્રમ
અખા એ ત્યાં છે અદબદ, અહંપણાની ચૂકી હદ. ૨૫૯ અનુભવી જ્ઞાન ત્યાં એવું કથે, કર્મ ધર્મ ભાજી કરે જથે
એમ અખા ત્યાં કીધી આથ્ય, હવે કામ શું ઝાલે હાથ. ૨૬૦ |
છાંછળ માંછળની નહી વાત, એ તો રમવી વાત અઘાત
કે તુટે કે અડે ન આડ્ય, અખા હરિ અર્થે હડિયું કાઢ્ય. ૨૬૧ ક્યાંથો અવસર પામ્યો વળી, મોતી વેહે પરોવા વીજળી
અખા પામું હરિ કે ખોઉં સંસાર, સર્વ નિગમું કે પાળું બાર. ૨૬૨ તપ તિરથ શ્યાવડે હથિયાર, પુરુષ ચીંથરાનો એ સંસાર
પેસ ખેતરમાં ઘાલી હામ, ભ્રમ કશો ન અખા રૂપ નામ. ૨૬૩ |
શબ્દોનાં અર્થ (લોકબોલી તથા ભ.ગો.મં.ના આધારે)
ફેરફાર કરો- શેજ = સહજ
- તીમિંગલ = ?
- આથ્ય = પૂંજી; માલમિલ્કત; પૈસોટકો
- ઉસરણ = [ સં. ઉત્ ( નીચે ) + સૃ ( જવું ) ]ઘટાડો; કમી થવું તે; ઉતાર.
- શ્યાથું = શાથી ? શામાંથી ?
- ખંડણા = ખંડન, ભંગાણ. ખામી, ખોટ
- અદબદ = અદ્ભુત, આશ્ચર્યજનક.અલૌકિક.
- કથે = કહે
- ભાજી કરે જથે = થોકબંધ ફજેતી કરવી.
- છાંછળમાંછળ = ઉપરઉપરનું; ઉપલકિયું; એલફેલ. જેવુંતેવું; સાધારણ.
- અઘાત = મુશ્કેલ; અઘરૂં; ગહન.
- વસ્ત = ચીજ કે વસ્તુ.
- નસંક = [ સં. નિઃશંક], નિર્ભય; નીડર. નાક સાફ કરવું તે (?)
- હડિયું કાઢ્ય = નકામી દોડાદોડ.
- નિગમવું = ટાળવું; નાશ કરવો; કાઢવું; દૂર કરવું. વહી જવું; ગુજરવું; વીતવું.