અખાના છપ્પા/ભાષા અંગ
← સુક્ષ્મદોષ અંગ | અખાના છપ્પા ભાષા અંગ અખો |
ખળજ્ઞાની અંગ → |
ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર. ૨૪૬ સંસ્કૃત પ્રાકૃત જેવડે ભણે, જેમ કાષ્ટવેષે રહ્યો ભાથા કણે;
બધા દામ વેપારી લખે, અખા વ્યાજ નોય છુટા પખે. ૨૪૭ હરખે કરખે અનુભવ કશા, આકાશ ઉદરમાં વરતે દશે દિશા;
જ્ઞાનગગનમાં નોહે દેશકાળ, એતો અખા અજાણ્યા બોલે આળ. ૨૪૮ જ્ઞાનાધિક નોય સિદ્ધિવડે, સિદ્ધિનામ શણગારે પડે;
અખા અણલિંગી નાવે સંસાર, એતો ફોકટ માયા ઉડાવે વાર. ૨૪૯ અષ્ટમહાસિદ્ધિ ઇશ્વરને વિષે, તેને વેદ માયા કરી લખે;
લોકપતિ જે તે સિધ્યવડે, અખા અનુભવને કાંઇ ન અડે. ૨૫૦ મુળગો અહંરોગ નહિ ટળ્યો, તેમાં સિદ્ધિરૂપી ભરમજ ભળ્યો;
અખા અહંકારને ટાળી જોય, તું ન રહે તો સિદ્ધિસાથે સિદ મો‘ય. ૨૫૧ |
પોત ન લહ્યું પછે પોતે થયા, ઉત્તમ મધ્યમ વ્યસને વહ્યા;
અખા ઉપનું ન માને આધ, ક્રયવિક્રય વિના શી વ્રધ્ય. ૨૫૨ પ્રપંચ પ્રીછી જોયો ખરો, નહિ ઉપજ ને નહિ તો વરો;
જાતું મરતું દીસે ખરૂં, અંતે અખા ભર્યાનું ભર્યું. ૨૫૩ જેમ દુધે ફીણ ફિસોટા થાય, તોલ ન વધે આકાશ રૂંધાય;
વકર્યા તત્વ ધરે રૂપ નામ, અખા ઉત્પત લે ઠામનું ઠામ. ૨૫૪ પંચતણાં પચવિશે તત્વ, વાસનાલિંગ તે તેનું સત્વ;
ભૂતકલ્લોલ સદા સર્વદા, ચિદ્વિલાસ અખા મન મુદા. ૨૫૫ ચલનવલન તે ચેતનતણી, પંચરૂપે આપે થયો ધણી;
જેમ છે તેમનું તેમ છે જાણ, સમજે સાન અખા નિર્વાણ. ૨૫૬ |