અખાના છપ્પા/સુક્ષ્મદોષ અંગ

← ચાનક અંગ અખાના છપ્પા
સુક્ષ્મદોષ અંગ
અખો
ભાષા અંગ →


હિ પાપી ને નહીં પુન્યવંત, એકલ મલ તે સાચા સંત;

કાળચક્ર તે સ્વભાવે ફરે, સેજે ઉપજે સેજે મરે;

એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગઇ ટળી. ૨૨૨

દગુરુ મારગ સદા અળગ, જેમ પંખીને ગત્ય સળંગ;

પગ નહિ દીસે પંથ કપાય, તેમ સદગુરુ મારગ ઉપર જાય;

ઉપાય અખા નહિ લક્ષ શું કામ, કર્મધર્મ તો જ્યાં રૂપ નામ. ૨૨૪

ખાટા થઇને નહિ ખટી વલો, કાં ઘાટા થઈ ગોવિંદથા ટલો;

એક મેલો મંત્ર ને બીજો કુતર્ક, સાધકને મુખે મૂકે નર્ક;

અખા ઇશ્વર્ને નહીં છેતરે, લાંબો દાંતો વેલો ખરે. ૨૨૬

ણછતો જીવ તું કાં થાય છતો, જોને વિચારિ પહેલો ક્યાં હતો;

જે કાળથા નિરમ્યા જીવ, ત્યાર પહેલો ત્યાં હતો શિવ;

વચ્ચેબીજું ક્યાંથી વળી, એમા જાણી અખા જા ટળી. ૨૨૮

ડપણ મેલી વસ્તુવિચાર, તન તપાસી રહે સંસાર;

કોઇ વર્ણ વેષ અહંકારે મરે, વહાન સોનાનું તે નવ તરે;

એક મિશાલે બ્રહ્મા કીટ, જોઇ વિચારી અખા ગુરુ મીટ. ૨૩૦

જાણપણું મેલીને જાણ્મ આફણિયે રે, શે નિરવાણ;

જાણ થયે જાણ્યું નહિ જાય, જાણણહારો બીજો થાય;

ઓછાયો નરને શું કળે, સ્વે થાય અખા જો પોતે ટળે. ૨૩૨

મે ભાવના બીજી થઇ, જેમ જાગ્રત અવસ્થા સ્વપ્ને ગઇ;

તેજ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, સથૂલ થૈ પસર્યો સંસાર;

સ્વપ્ન સંસાર જાગ્રતમાં ટળે, એમ અખા વિશ્વ બ્રહ્મમાં ભળે. ૨૩૪

કોઇ એક ઉત્તમ વ્યસની થયા, કોઇ એક મધ્યમા વ્યસનમાં વહ્યા;

ઉત્તમ મધ્યમ બેએ વ્યસન, જેમ મદ્ય કપુર બે ઘેરે તન;

સત્કર્મ વિકર્મ બેયે વિકાર, અખા નિજરૂપે રહે નિરધાર. ૨૩૬

ગ્રંથમાંહી જેમ હોય તેમ હો, ગણતરી નીસરે તેને શેનો ભો;

તું જાને જીવતો મરી, પછી દેણું લેણું રેશે ઠરી;

તાણ્યો જીવ અખા ગયો ટળી, હવે શાંશો વાણો રેશે મળી. ૨૨૩

ડાંડી પાઘડાં કર ને ઠામ, જો નહીં જાણો આતમરામ;

મરડી મૂછ મુખ વાંકા બોલ, કાલ વાગશે ઢીલા ઢોલ;

અખા વરણાગી વનશી જશે, ભંડા ભગળ ઉઘાડાં થશે. ૨૨૫

ળ વકળ કાળ મન કશી, શું બાળકા છે જે છેતરશો હશી;

હિરણ્ય કશ્યપેં વર માગ્યો છળે, હરિયેં તે ઘાટ ઘાલ્યું કળે;

તો અખા તે હરિશું શી હોડ, હથેલીથી ઉજલો તે કોઢ. ૨૨૭

વા પાણી સઘળો સંસાર, તેનો શું આણે ઉતબાર;

મારુત માટીને લઈ ચઢે, તેનું નામ તે પિંડજ પડે;

વંટોળે તે વપુ વાવડે, અખા આતમને કાંઈ નવ અડે. ૨૨૯

ભૂત પંચનો આ સંસાર, મુરખ વહે તે વરણ અહંકાર;

ભાત ચાલવા વર્ણાવર્ણ, કોહિ મસ્તકા હસ્ત કટિ ચર્ણ;

બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, હરિનો પિંડ અખા કોણ ક્ષૂદ્ર. ૨૩૧

પિંડ બ્રહ્માંડે ને બ્રહ્માંડ પિંડે, વસ્તુ વિચારે જો તે અખંડ;

શાં શાથી કો અળગું પડે, જો સમરસ પિંડ બ્રહ્માંડજ વડે;

જેમ વૃક્ષને પત્ર આવે ને ખરે, તો સ્વર્ગ નર્ક અખા શું કરે. ૨૩૩

જોરે આશ્રમે મન જે તણું, તેને નિદ્રા ઘેરે ઘણું;

નિજ રૂપે ત્યાં રહી નવ શકે, નાના કર્મ ધર્મબહુ બકે;

મધ્યે વ્યસન લાગ કરી જીવ, અખા આદિ અંત્યે તે શિવ. ૨૩૫

અખાના છપ્પા