અખાના છપ્પા/વિશ્વરૂપ અંગ
← મહાલક્ષ અંગ | અખાના છપ્પા વિશ્વરૂપ અંગ અખો |
સ્વભાવ અંગ → |
આળા ચર્મકેરાં બૌ રૂપ, નટ દેખાડે ભાત્ય અનુપ;
ખેલ ચાલે જે દીપક વડે, તેને અખા કાંયે નવ નડે. ૧૫૦ લક્ષ ચોરાશી ખાણે જંત, પડતાં ન મળે ઇશ્વર અંત;
અખા એમ સમજી રહે જેહ, તેને નથી કોઇ કાળે દેહ. ૧૫૧ |
પ્રભુ પામવા મારગ એક, સદગુરુશરણે જ્ઞાન વિવેક;
અખા નૌકાના મુષક જ્થા, વાર પાર ન જાણે કથા. ૧૫૨ વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ;
સમજી અખા સર્વ ધોઇકાઢ, નૈંતો હરિમાર્ગમાં થાશે આડ્ય. ૧૫૩ |