← માયા અંગ અખાના છપ્પા
સૂઝ અંગ
અખો
મહાલક્ષ અંગ →


મી સુજ સુજે તે પામ, સુજવિના સૌ ચાપ્યા ચામ;
સુજે દુઃખ તે સુખ નીવડે, સુજ્યા વિના જ્યાં ત્યાં આથડે;
અખા સુખા આલે નરહરિ, અણલિંગી સુજ આવી ખરી. ૧૨૧

સુજે ભજવા તજવા નથી, રાજ કરે કે ભીખે ઘેરથી;
દુઃખ સુખ કાળે આવે જાય, પણ સુજાળો તે ધણી ન થાય;
અખા સુજ વોહોની તે હાણ્ય, રોજે ભીખે નટળે તાણ્ય. ૧૨૨

સુજાળાને સરખું સદા, કારન વિના તે પામ્યો મુદા;
ચારે જુગ સુજ આગળા ફરે, (પણ) જુગ બળ તેને નવ આવરે;
સુજ વસ્તુ નિરંતર ભજે, અખા અચાનક જો ઉપજે. ૧૨૩

જ્યારે હવી અણલિઁગી સૂજ, આપપર વિનાની જે બુજ;
એકલમલ અણલિંગી ઓજ, ચિદ અચાનક પામી ચોજ,
તે સ્થળનો સાથી ત્યાં તેજ, ધારવું જેનું ગુણ પારે હેજ. ૧૨૪

નિર્ગુણમાં ગુણની ઉપાધ્ય, જીવપણાની લાગી વાધ્ય;
ગુણી જીવ નિર્ગુણ સાચા હૃદે, તેધ્યેયા ધ્યાતા સત્ય જાણી વદે;
દ્વૈત રોગ લાગ્યો મન વિખે, અખા અદ્વૈતપણું સમજ્યા પખે. ૧૨૫

સાધન લખિરે વેદ પુરાણ, અદ્વતની ઉપજવા જાણ્ય;
ધ્યે ધ્યાતા જાણવા એક, નવધા ભક્તિનો કીધો વિવેક;
સાબુખારેપટ ઉજ્જ્વળા થાય, અખા ભક્તિ વૈરાગ્યે દ્વૈત પળાય. ૧૨૬

ચૈતન્ય બ્રહ્મ સદોદિત સદા, સએજ કલ્લોલ કરે ચે ચિદા;
નાટકા ચાલ્યું જાય સદાય, કો કહે કર્મા કો કહે માય;
પણ એવાનું એવું અખા, વચે અણચતી કરે પખપખા. ૧૨૭

અંત જુઓ જેની નહીં આદ્ય, કોય કાળા પડે નહીં ખાધ્ય;
નિત નિત થાતું જાય નવું, કો ન કહે મુજ આગળ હવું;
અખા વિચારી જો એહને, પણ વળગીશ નહીં તું દેહને. ૧૨૮

જ્યારે જગત વિચાર્યું જને, તે ઊંઠ હાથને ના રહે તને;
દિસે સ્વતંત્ર ભૂતમાં ભૂત, અદકું ઓચું નહીં અદ્ભૂત.
અખા વિચાર વિના સંસાર, જો સમજે તો ઘરમાં પાર; ૧૨૯

ન કોય બૂખ્યો ઊઁઘી ગયો, કરે આહર સ્વપ્નવશ થયો.
ભક્સા કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કુખ;
તેમા અખા સઘળો સંસાર, ત્રિગુણ ભોગનો કરતો આહાર. ૧૩૦

પ્રત્યક્ષ મૂકી જુવે પરોક્ષ, કર્તવ્યનેશિર મૂકે દોષ;
સભર ભરાઇ રહ્યો ચે નાથ, હિંડતાં લાગે હરિને હાથ;
અખો કહે ફેરવવું મન, જો જાણો તો જાણો જન. ૧૩૧

મ જાણે તે હરિનો જન, મરે પોતે ક્યાઁથું મન;
દેહ જરિ ઈચ્ચાયે થયો, અણચતો હું તે આવી ગયો;
તારું કરયું ને તું ચે નાથ, એમા જાણી અખે ઝાટક્યા હાથ. ૧૩૨

હઁકાર વિચારે કર્યો નિરધાર, હરિસાગરનો જોઇએ પાર;
અહઁકાર પાર કાધવા ગયો, વિચાર વિચારી બેશી રહ્યો;
પારા કાઢતાં અહંકારા ટળ્યો, વિચાર અખા વત્ર્યો હરિ ભલો. ૧૩૩

ળે વિચારે હરિ તે ખરો, બીજા સરોડાં કાં સાંભરો;
કૃષ્ણ ઉદ્ધવનો એ નિરધાર, સવરૂપ મારું લહે સદ્વિચાર;
ગુણ ગુણને કાજે અવતરે, અખા દ્વૈત નોહે માહરે. ૧૩૪

જેને જાગત માને હરિ કરી, તે કૃષ્ણે ગીતા ઉચરી;
અર્જુન મહારે નહીં અવતાર, ગુણાગુણશું વરતે નિરધાર;
મારું ને હુઁ બે જ્યાં નહીં, ત જા શકે અખા મુજ લહી; ૧૩૫

રિના હોય તે હરિને લહે,બીજા હરિની મોટપ કહે;
સાગર ઉદર માંહેલો મર્મ, માલમા જાણે જે કુળધર્મ;
બીજા જળવડે કરે વ્યાપાર, અખા જ્ઞાનીજન લે નિર્ધાર. ૧૩૬

રિ સેવક ને કો હરિ પુત્ર, કુંવરનું બાંધ્યું ઘરસૂત્ર;
સેવક તે જાણે નિજ દાસ, અઅપ અન્ય ને રાખે પાસ;
આત્મ જ છે તો એક આતમા, ત્યાં અખા કેની શી તમા. ૧૩૭

તાત્પર્યમાં તાણાતાણ, સેજમાં નહિ વૃદ્ધ ને હાણ;
સેજ તેજ સ્વે હરિનું રૂપ, તાત્પર્ય તે જીવા સ્વરૂપ;
અખાતેમાટે સેજ જ સાર, ચૈતન્ય તે પરમેશ્વર નિરધાર. ૧૩૮

માયા મૂકીશ મા તું અખા, નવરો થઈને સુઇને જા;
મરતં પહેલો જાને મરી, અણહાલ્યું જળા રહે નીતરી;
ત્યાં કર્મરૂપિયાં ઘાલ્યાં ઢોર, મેલું મન અંધારું ઘોર;
અખા જીવનો અવલો ન્યયા, મેલું વેલું ફાટી જાય; ૧૩૯

ત્મત્ત મનને યોગા સાધવો, જો કર્મ ઓધ કરે નહીઁ નવો;
જેમ છુટી ધેનુ મારતી ફરે, અંધારે બાંધે ટેવ વિસરે;
અખા તે જાણી કર્યો ઉપાય, ત્યાં સિદ્ધિ લાગી બગાય. ૧૪૦

ક જ્ઞાની બીજા સાધનવંત, બેનો લક્સ મલે નહીં તંત;
સ્થિતિ બાંધી સૌ સાધન કરે, અચ્વ્યું આપ તજ્ઞજ ઉચ્ચરે;
જેમ અનલ અવનિપર નાવ ક્યમે, અખા ભૂચર તે ભુપર શમે. ૧૪૧

અખાના છપ્પા