અખેગીતા/કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ અખેગીતા
કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ
અખો
કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ →


રાગ ધન્યાશ્રી

કવિજને આગેગ્રંથબહુકર્યાજી, વિધ્વિધકેરા જુગતે વિસ્તર્યાજી;
ષડ્‍દરશનના મતભુ ઓચર્યાજી, પૂર્વના કવિયોનામે ઊધર્યાજી.

પૂર્વછાયા

ઊધર્યા બહુ સ્તિતિ કરીને, એવી ગ્રંથકારની રીત છે;
સૂર્યાઅગળ ખદ્યોત[] કશો, એવી બોલવાની નીત[] છે. ૧

જાન્હવીઆગળ[] જેમ વહોકળો[], સરુતરુ[] બદરી[] યથા[];
પારિજાતક[] પાસે અરણી[], મહાકવિ આગ હું નથી[૧૦]. ૨

ગરુડ આગળ યથા કુરરી[૧૧], સાગર આગળ કૂપ;
મેઘ આગળ યથા ઝાકળ, ક્યાં તેલ ને ક્યાં તૂપ[૧૨]. ૩

બાવનાચંદનબેહેક[૧૩]-આગળ, કશો શોભે કરીર[૧૪];
કશું નીર નવાણનું, કિન્હાં રસકૂપિકાનું[૧૫] નીર. ૪

પારસના પરતાપઆગળ, અન્ય વિદ્યા કોણ માત્ર;
$$ ક્ષુદ્ર દેવૌપાસના, જેને કરે અક્ષયપાત્ર.[૧૬]

એહવા કવિજન ગ્રંથ આદે, ગલિત[૧૭] વચન બોલતા હવા;
કહું કોપ ક્રોધ કરો રખે, હીંડીશ બાલક-બુધ્ધિ બોલવા. ૬

તેણે ગ્રંથ પહેલું એમ જાણવું, અમો મગણ જગણ નથી જાણતા;
તુક[૧૮]ચોઝ[૧૯] ચાતુરી ઝડઝમકો, અમો લહ્યા વિના નથી આણતા.

એમ ગલિતપણે ગરુઆ થયા, કરુણા ઉપજાવી કવિજને;
હું એટલું જ કહીને સ્તવું, જો કવિ જાણો મુજને. ૮

હું તો જેમ દારૂફેરી[૨૦] પૂતળી, ચાળા કરે અપાર;
પણ કાષ્ઠમાંહે કાંઇ નથી, એ તો કલ ચાંપે સૂત્રધાર[૨૧]. ૯

કહે અખો સહુકો સુણો, એમ સમઝો નિજ તંતને[૨૨];
ઇચ્છો પરમપદને પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦

$$ = અવાચ્ય શબ્દ

  1. આગીઓ
  2. નીતિ
  3. ગંગાજીની આગળ.
  4. નાળું.
  5. કલ્પવૃક્ષ
  6. બોરડી
  7. જેમ
  8. હરિસંસાર
  9. દુર્ગંધયુક્ત પાંદડાંવાળું.
  10. તેમ.
  11. કુંઝડી વા ટીટોડી.
  12. ઘી.
  13. શ્રેષ્ઠ ચંદનની સુગંધ.
  14. કેરડો.
  15. લોઢાને સોનું બનાવી દેનારા રસનો નાનો કૂવો.
  16. જેમાં રાંધેલો પદાર્થ ન ખૂટે એવું પાત્ર.
  17. નમ્ર
  18. ચરણ
  19. ધનિ
  20. લાકડાની.
  21. સૂતાર
  22. સ્વરૂપને