અખેગીતા/કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૩૦ મું - શ્રુતિ - સ્મૃતિ -પુરાણ- શાસ્ત્રના મત અખેગીતા
કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો
અખો
કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા →


રાગ ધન્યાશ્રી

વૈશેષિક કહે જંત વિશેષજી, જંતવિના નોહે ના વેષજી;

એમ તે ગણે ગુણના લેખજી, કોણે ન હોય જીવનો ઉવેખજી.
પૂર્વછાયા

નોહે ઉવેખ એહનો, સહુજ દેખે દેહને;
હવે કહું સિધ્ધાંત મોટું, સાંખ્ય બોલે તેહને. ૧

સાંખ્ય સંખ્યા કાઢે તત્વની, જીવકેરૂં રૂપ કહે;
કહે માયા એ મલિન બ્રહ્મ છે, કર્મ ભારને તે વહે. ૨

માયા કેરો સંગ છુટે, તોય પ્રાય શિવ તે છે સદા;
આવર્ણના વિક્ષેપમાટે, ભોગવે છે આપદા. ૩

વેદાંત કહે છે વાત મોટી, એ તો અજા રમે છે અણછતી;
કર્તા કારયિતા એજ માયા છે, દીસે છે જાતી આવતી. ૪

એ તો માયાને માયા ફુરી છે, કર્મ જીવ ને ફળ અજા;
જે જે કર્તવ્ય તે માયાનું,જો ધર્મની બાંધે ધજા. ૫

એ મૂલ મત ખટ દરશનનું, શાસ્ત્રકેરૂં કહિયું રદે;
અર્વાકી તેહના ઉપાસક, તે તો મનના મત બહોળા વદે. ૬

જીવ થાપ્યો મત સઘળે, પછે આચરણ અળગા આચર્યાં;
જીવરૂપે માના ઉદરથી, અળગા કો નવ નીસર્યા. ૭

સાંખ્યને આંખ્ય પા વસાની, જો ચાલે તો ચાલી શકે;
વેદાંતને વાટ સૂજે સુધી૬, જો માયા મુખથી નવ બકે. ૮

એક એક માંહોમાંહે ખટપટે, હારદ હેત મળે નહીં;
મધ્યે બેઠી માયા મોટી, તે અપત્યને રાખે અહીં. ૯

કહે અખો સહુકો સુણો, એમ સમજ છે મહંતને;

એહનું હારદ તો હાથ આવેમ જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ ઉપેક્ષા. ૨ બહિર્મુખ વૃત્તિને લીધે. ૩ કરાવનારી. ૪ સ્ફુરી. ૫ અર્વાચીન. ૬ પાંસરી. ૭ અભિપ્રાય. ૮ પોતાનાં છોકરાંને.


(પૂર્ણ)