ઓખાહરણ/કડવું-૨૩
← કડવું-૨૨ | ઓખાહરણ કડવું-૨૩ પ્રેમાનંદ |
કડવું-૨૪ → |
રાગ:ચોપાઈ ચાલફેર |
સાખી
હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;
એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૧)
સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;
પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૨)
(ચોપાઈ ચાલફેર)
બાઈએ છોડી નાખ્યા હાર રે,
આ તું લે તારો શણગાર રે;
હું તો નહિ પામું ભરથાર રે,
નહિ ઓઢું ઘાટડી રે. (૧)
બાણાસુર મારો બાપ રે,
મારા કોણ જનમનાં પાપ રે;
મુને નહિ પરણાવે આપ,
નહિ જોઉં વાટડી રે. (૨)