ગાંધીજી
જગપ્રસિદ્ધ ભારતીય રાષ્ટ્રવાદી નેતા
મોહનદાસ કરમચંદ ગાંધી અથવા ગાંધીજી એ ભારતના રાષ્ટ્રપિતા છે. જેમનો જન્મ ગુજરાતમાં પોરબંદર ખાતે થયો હતો. અહિંસાત્મક આંદોલન વડે સમાજને એક નવી જ દિશા પૂરી પાડી હતી. ભારતની સ્વાતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી.
મોહનદાસ કરમચંદ ગાંધી | |
---|---|
"રાષ્ટ્રપિતા" —મહાત્મા ગાંધી | |
જન્મની વિગત |
૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત |
મૃત્યુની વિગત |
૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત |
મૃત્યુનું કારણ | બંદુક વડે હત્યા |
રહેઠાણ | ભારત તેમજ દ.આફ્રિકા |
રાષ્ટ્રીયતા | ભારતીય |
હુલામણું નામ |
દ.આફ્રિકામાં-ભાઈ ભારત આવ્યા બાદ-બાપુ |
અભ્યાસ | કાયદાની ઉપાધી |
વ્યવસાય | વકીલાત,સમાજસેવા |
વતન | પોરબંદર |
ખિતાબ | "રાષ્ટ્રપિતા" |
ધર્મ | હિંદુ |
જીવનસાથી | કસ્તુરબા |
સંતાન |
હરીલાલ-મણીલાલ રામદાસ-દેવદાસ |
માતા-પિતા | પૂતળીબાઇ-કરમચંદ ગાંધી |
નોંધ ગાંધીજીની આત્મકથા સત્યનાં પ્રયોગો |
સૂક્તિઓ
ફેરફાર કરોમહાત્મા ગાંધીજી ના અગિયાર જીવન મંત્રો
ફેરફાર કરો- સત્ય: હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
- અહિંસા: કોઈને જરા પણ દુઃખ ન આપવું.
- ચોરી ન કરવી: કોઈ કામ જૂઠુ ન કરવું.
- અપરિગ્રહ: વગર જોઈતું સંઘરવું નહીં.
- બ્રહ્મચર્ય: મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
- સ્વાવલંબન: પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
- અસ્પૃશ્યતા: જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
- અભય: નીડર રહેવું, નીડર બનવું.
- સ્વદેશી: દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
- ત્યાગ: આસ્વાદ એક આગવું ગાંધીવ્રત છે. સ્વાદની ઘેલછા છોડીને સાદું જીવન જીવવું.
- સર્વધર્મ સમાનતા: જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.