આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૩૯ નળાખ્યાન
કડવું ૪૦
પ્રેમાનંદ
કડવું ૪૧ →
રાગ:મહલાર.


<poem>

ભીમક્સુતા જાગી કરીને, ચારે દિશાએ જોયરે; નહીં તાપસ વન બિહામણું, નળની નારી રોયરે. હું પાપણીને પગલે કરીને, મુનિએ મૂક્યો ઠામરે; મેં કોણે કૃત્ય રે આચરયાં જે, વિષત પડે છે આમરે. હીંડે સાદ કરતી વનમાં, ત્રિભોવન નાયક નરરે; ગગને રહ્યા હરખે ઘણું, મેં ઉવેખ્યા અમરરે. લક્ષણવતે લોક હસાવ્યા, સ્વયંવરના સર્વરે; અજ રિપુને વહી જાય છે, કૌતક કરું પર્વરે. એવું જાણી મારા નાથજી, દાસીની લેજો સંભાળરે; હો વિહંગામ વેવિશાળીયા, મને મૂકી નળ ભૂપાળરે. હો વાજ્રાવતી માવડી મારું, ઢાંક ઉઘાડું ગાત્રરે; હો ભીમક મારા તાતજી, શોધી મનાવજો જામાત્રેરે. હો નૈષધ દેશના રાજીયા, અણચિત્યું દો દર્શનરે; ભૂપરૂપને જાઊ ભામણે, હો સલુણા સ્વામીનરે. વૈદરભી તાય વિજોગણી, વિરહે વ્યાકુળ શરીરરે; ચતુરાને વન ચાલતા, આવ્યું સરિતા તીરરે. આનંદી અબળા અતિ ઘણું, ઉતરતા દીઠાં લોકરે; ધોઈને પૂછે પ્રેમદા ભાઈ, દીઠા કહી પુણ્યશ્લોકરે.

વલણ

પુણ્યશ્લોક છે એ સાથમાં, પૂછે નળની નારીરે નદી ઉતરતાં આશ્ચર્ય પામ્યા, પરદેશી વેપારીરે.