આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૪૦ નળાખ્યાન
કડવું ૪૧
પ્રેમાનંદ
કડવું ૪૨ →
મૂ. રાગ : મારુ.


<poem>

શ્વાસ ભરી પૂછે સતી, વેપારીરે, ક્યહું દીઠાં છે નૈષધપતિ, વેપારીરે. પ્રભુ ગયા છે પરહરી, વેપારીરે; છે તમમાં વાત કહો ખરી વેપારીરે. કાઈ દેખાડો નળ નાથને, વેપારીરે; રુડું હજો સઘળાં સાથને, વેપારીરે. સાચું બોલો જળ તીર છો, વેપારીરે; તમે વિપત સમેના વીર છો, વેપારીરે. રુપે બ્રહ્માએ વાળી હઘરે, વેપારીરે; મારો સ્વામી ઓળખીએ સઘરે, વેપારીરે. છે અદભૂત ગોરું ગાત્રરે, વેપારીરે; દીઠે અડસેઠ વળે જાત્રરે, વેપારીરે. ગોરું મુખ મુછ વાંકડી, વેપારીરે; મોટી આંખ ચાલ છે ફાકડી, વેપારીરે. ચાલ જેની છે લટકતી, વેપારીરે; કાંતિ મણી જેવી ચળકતી, વેપારીરે. કંઠે મોતીનું કહેરીયું, વેપારીરે; અરધું પટકુળ પેહેરીયું, વેપારીરે. મુગટે માણેક ચળકતાં વેપારીરે; કરણે કુંડળ લટકતા, વેપારીરે. અધર આબાની કાતળી, વેપારીરે; વિશાળ હદે કટી પાતળી, વેપારીરે. બોલ સકરપે મીઠડા, વેપારીરે; એવા નૈષધનાથ દીઠડા, વેપારીરે. વણજારા એમ ઓચરે, સુણ શ્યામારે, નિર્લજ વનમાં શુંફરે, સુણ શ્યામારે. કો કહે કૃત્યા વન વસી, સુણ શ્યામારે; કાં કહે દીસે રાક્ષસી, સુણ શ્યામારે. કો કહે મોટી પાપિણી, સુણ શ્યામારે; કો કહે દીસે શાકિણી, સુણ શ્યામારે. કો કહે હું નૈષધપતિ, હો ઘેલીરે; આવ આલિંગન દીજે સતી, હો ઘેલીરે. વાંકી દ્રષ્ટે જોયે ઘણા, હો ઘેલીરે; દુ:ખ પામ્યામાં નહિ મણા, હો ઘેલીરે. રોતી નાવ બેઠી સુંદરી, સુણ રાયરે; લોકમાંહે મળી ઉતરી, ધર્મરાયરે. વેપારી ત્યાં વાસો રહ્યા, સુણ રાયરે; બે પોહોર નિશાના ગયા, ધર્મ. નયણે આંસુડા ગળે, સુણ રાયરે; દમયંતી બેઠી ઝાડ તળે, ધર્મ. ગજ્જૂથ જળ પીવા આવ્યા, સુણ રાયરે; સિંહ થઇ કળીએ બીહાવીઆં, ધર્મ. ભડકી મેગળમંડળી, સુણ રાયરે; વેપારી મારયા મગદળી, ધર્મ. જે સતીને કુત્સિત વાક્ય બોલીયા, સુણ રાયરે; તે પાપી ગજે રગદોળીયા, ધર્મ. અધિષ્ઠાતા વેપારીતણો, સુણ રાયરે; તેડયો જીવતો સાથ આપણો, ધર્મ. ભાઈઓ કતૂહુલ મોટું હવું, સુણ રાયરે; મુને ઘટે છે વન બીજે જવું, ધર્મ. એવે કલીજુગ પાપી આવીયો, સુણ રાયરે; વેશ તે જોશીનો લાવિયો, ધર્મ. તિથિપત્ર વાંચીને એમ કહે, ઋણ રાયરે; ચેતો વેપારી કો જીવતો ન રહે, ધર્મ.

વલણ. નહી રહે કો જીવતા, ઉત્પાત દારૂણ હોયરે; એ કૃત્યા આવી કાલની, તેણીએ ખાધા સર્વ કોયરે.