અખેગીતા/કડવું ૧૩ મું - જીવન્મુક્તની દશા - ૧
← કડવું ૧૨મું - સર્વાત્મભાવ જ્ઞાનતુર્ય પદ | અખેગીતા કડવું ૧૩ મું - જીવન્મુકતની દશા - ૧ અખો |
કડવું ૧૩ મું - જીવન્મુકતની દશા - ૨ → |
જે નર સમજ્યા તેણેએમલહ્યુંજી, આપવિષય્થી આપોપું ગયુંજી;
થયું જેમ તેમ હુતું આગે, જાણણહારો જાણિયો;
જે ૐકારની આદ્ય૧ હતો, વળી વેદ પુરાણે વખાણિયો. ૧
ક્યારે દેખે ધ્યેય૨ને ધ્યાતા૩, ક્યારે ધ્યેય રહેને ધ્યાતા ટલે;
તટ્સ્થ ઉપનું જ્ઞાન જેહને, એમ સુરત૪ ચલે વલે. ૨
ક્યારે ઇંદ્રિ-આરામ૫ વસ્તે, ક્યારે ૬વર્તવોણી સુર્ત્ય૭ છે;
તટસ્થકેરું૮ એજ લક્ષણ, જ્ઞાનકેરી તે મૂત્ય છે. ૩
જીવનમુકત તેહજ કહાવે, જેહને એહ વૃત્તિ ઉપની;
આકાશવત્ તે રહે સદા, ક્યારેક સ્થિતિ તે રૂપની. ૪
જેમ મહાજલમાંહિલો મકર મોટો, અંબુ-મધ્ય૯ આઘો રહે;
ઊંચો આવી અલ્પ વરતે, વળિ મહાનિધિ૧૦ જાતો રહે. ૫
જીવન્ મુક્ત યોગીશ્વર, એમ વર્તે દેહવિષે;
જેમ નાગને અંગજરા૧૧ પાકી, અળગી થઇ રહી નખશીખે. ૬
તે ચલણ-વલણ કરે ખરી, પણ અંગથી એકતા ટલી;
તેમ જીવન્ મુક્તને દેહ જાણો, જે, ભુજંગને૧૨ કાંચળી. ૭
ઉપની તે સહજમાંહે, અન્ આયાસે અંગથી;
જ્યારે વીરમીને૧૩ થયો વેગળો, ત્યારે ભિન્ન દીઠી ભૂજંગથી. ૮
એમ જીવન્ મુકત જાણજો, ભાઇ દેહનો સંગ;
$$$ છે ને નથી સરખી, જેમ દ્રષ્ટાન્ત ફણંગ૧૪. ૯
કહે અખો સહુકો સુણો, એમ જાણો જીવનમુકતને;
________________________________________
૧ પ્રથમ. ૨ ધ્યાન કરવા યોગ વસ્તુ - બ્રહ્મ. ૩ ધ્યાન કરનાર. ૪ મનોવૃત્તિ. ૫ ઇંદ્રિયોમાં પ્રીતિવાળી. ૬ બાહ્યવૃત્તિવિના. ૭ આત્માકર વૃત્તિ. ૮ બ્ર્હ્મ તથા સંસારને જાણનાર જ્ઞાનીનું. ૯ પાણીમાં. ૧૦ ઊંડાં પાણીમાં. ૧૧ વૃધ્ધાવસ્થા. ૧૨ સાપને. ૧૩ મૂકી દઇને. ૧૪ સાપ.
(પૂર્ણ)