અખેગીતા/કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય
← કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા | અખેગીતા કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય અખો |
કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ → |
સંત સંગ કીજે વળી વળી જનજી, અનુભવ વાધેઆધો દનદનજી૧;
ભિન્ન ટળે વસ્તુ મળે, મોટો મહિમા હરિજનનો;
ચૈતન્યસાગરમાંહે ભેળે, અધ્યાસ૩ ટળે એ તનનો. ૧
શિભે જીવિતવ્ય૪ સંતજનકેરૂં, ભવમાંહે તે અત્ય૫;
સુખદાય્ક તેહને હોય સહુકો, જેહને સંત સાથે રત્ય૬. ૨
આપસરીખો કરી ભૂકે, એહવી સંતની પ્રીત,
જેમ વહેરો૭ ન કરે વરસતાં, એવી છે ધનની૮ રીત. ૩
સિંચે સરખા સહુજને, તેણે ફળે ભાર૯ અઢાર;
હરિ હરિ તે કરી મૂકે, એહવી સંત-સંગત સાર. ૪
સુંકે જવાસો તેણી રતે૧૦, તો મેઘનો શો વાંક;
પરજન્ય પાયે ઘણું, પણ પી ન શકે એ ટાંક૧૧. ૫
તેમ અસંત સંત-સંગત કરે, પણ લાગે નહિ તેહને સંગ;
મેળ૧૨ ન દે એ માયા મધ્યથી, જેમ જેમ થાએ ભંગ૧૩. ૬
જેમ તેલ કુસુમે કરી૧૪ વાસિયે૧૫, તેણે સઘળે તે લાગે વાસ;
તે મધ્ય આવે કાંકરી, તેને ન આવે આભાસ. ૭
જેમ સલિલ૧૬-મધ્યે શિલા રહે, પણ અંતર ન ટળે આગ્ય૧૭;
તો નીર તેહને શું કરે, જો ભેદવા નહીં જાગ્ય૧૮. ૮
જેમ ચંદનને ગંધે કરી, થાએ ચંદન આક૧૯ પલાશ૨૦;
પણ ગાંઠ હોયે રુદે વાંસને, તેહને લાગે નહિ વાસ. ૯
કહે અખો હરિ-રુપા હોએ, તો સમું પડે તે જંતને;
________________________________________
૧ દિવસે દિવસે. ૨ જુદાપણું. ૩ ભ્રાંતિ. ૪ જીવન. ૫ અતિ. ૬ પ્રીતિ. ૭ ભેદ. ૮ વરસાદની. ૯ છ મણ છત્રીસ શેર ને ૨૬ ૨/૫ રૂપીયાભાર. ૧૦ ઋતુમાં. ૧૧ પૈસાભાર. ૧૨ એકરૂપ થવું. ૧૩ બેદ. ૧૪ ફૂલવડે. ૧૫ ગંધ બેસાડીએ. ૧૬ પાણીમાં. ૧૭ અગ્નિ. ૧૮ જગ્યા. ૧૯ આકડો. ૨૦ પલાશ.
(પૂર્ણ)