આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૪૧ નળાખ્યાન
કડવું ૪૩
પ્રેમાનંદ
કડવું ૪૪ →
મારુ.


દમયંતી મંદિરમાં પળે, અવાસ ન આવે આંખડી તળે;
ભાનુમતી જોઇ વિસ્મય હવી, કહે પ્રેમદા કોણે પરભવી.
પ્રભુતા તારા તનમાં રમે, ભાગ્યવાન દીસે કાં વન ભમે;
છો રુદ્રાણી બ્રહ્મણી કે વૈષ્ણવી, કોણ રૂપ ધરયું માન્વી.
લૌકિક કષ્ટ વેઠો છો માત, કહો મન મૂકી જથારથ વાત;
બાઇ હું માનવી સર્વથા, કર્મ જોગે ભોગવવી વ્યથા.
નર નારીએ તીર્થ જાત્રા માંડી, અંતરિયાળ પ્રભુ ગયાં છાંડી;
ન જાણીએ શું દુઃખ મનમાં ધરી, નિશાએ નાથ ગયો પરહતી.
કર્મ કથાએ માતા મારી, માસી કહે સાંભળ નારી;
કહીં એક તું દીઠી છે ખરી, જાને ભગિનેની દીકરી.
પણ તેને નોહે અવસ્થા એવી, રૂપે છે તું દમયંતી જેવી;
સુખે રહે સદનમાં સતી, તું મારે જેવી ઈંદુમતી.
સુબાહુ મારો સુત જેહ, બેન કહીને રાખશે તેહ;
કહે દમયંતી રાખી મામ, નહીં કરું હું નીચું કામ.
દહાડી એક વિપ્રને આપું અંન, હવિષ્યાન કરું ભોજંન;
એવું સાંભળી હરખ્યાં રાણી, રાખી પ્રેમદા ઉલ્લટ આણી.
સતી નામ ધરાવી રહી, દમયંતી ઓળખાઇ નહીં;
રાત દિન કરે નળનું ધ્યાન, વિદેશી વિપ્રને આપે આમાન.
તેડાવે ટેહેલીઓ વાટે જતો, જાણે નળ સ્વામી થાય છતો;
હવિષ્યાન્ન જમે ને અવની સૂએ, દેહ દમન કરી દિન ખૂએ.
સાંભળરે સુખ ત્યારે તન તપે, રાત દિવસ નળને જપે;
એમ ઘણા દિવસ ગયા વહી, કળીને મન ચિન્તા થઇ.
નળથી મંન ચળે નહીં સતી, તો કેમ વરાય મારી વતી;
જો દ્વેષ આણે નળ સાથે, તો દમયંતી આવે હાથે.
કાંઇ વળી વિપત પાડું, એને માસી સાથે વઢાડું;
માસીની કુંવરી ઇંદુમતી, એક દિવસે નહાતી હતી.
દમયંતી પાસે તે સમે, સંગ ઈંદુમતીને ગમે;
મોતીનો હાર કંઠેથી કાહાડ્યો, ભીંતને ટોડલે વળગાડ્યો.
ટોડલામાં પેઠોપાપી કળી, મુક્તાફળની માળા ગળી;
ઈંદુમતીએ માંડ્યો શણગાર, જુએ તો નવ દેખે હાર.
અહરો પહરો તે ખોળ્યો ઘણું, વિચાર્યું એ કૃત્ય દાસી તણું;
પૂછ્યું તેડીને એકાંત, બાઈ તુજપર આવે છે ભ્રાંત.
લાવ વહેલી ક્યાં મૂકી માળા, દમયંતીને લાગી જ્વાળા;
બાઈ બેન મા ચહડાવો આળ. પૃથ્વી જાશે રસાતાળ.
જોઈ બોલવું વદને વાંક, સ્વામીદ્રોહી પડે કુંભીપાક.

વલણ

કુંભીપાક પડે સર્વથા, સાચું ન બોલે જેહરે;
ઘેર રાખી રંક જાણી, હશે કાં આપો છેહરે.