૦
૧
૨
લીલી દ્રાક્ષનું ઝુમખું આયુર્વેદમાં ઔષધરૂપે વપરાતો દ્રાક્ષાસવ જે ફળમાંથી બને છે તે દ્રાક્ષ . યુરોપ અને પશ્ચિમના ઘણા દેશોમાં પરંપરાગત રીતે દ્રાક્ષમાંથી વાઇન નામનું મદ્યાર્કયુક્ત પીણું બનાવવામાં આવતું જે હવે દુનિયાભરમાં પીવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
૩
૪
૫
૬
ઝાડ પર લટકી રહેલા ફણસ ભારતમાં દક્ષિણ ગુજરાત , મહારાષ્ટ્ર , કોંકણ અને ઉત્તર ભારતમાં ફણસ ઉગાડવામાં આવે છે. તેના કાચા ફળનું શાક બને છે અને પાકા ફળની ફેશીઓ ફળ તરીકે ખાવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ફણસને ચાંપા કહે છે.
ચિત્ર -- મથાળું
૦
૧
૨
અધરંગ અધરંગને અંગ્રેજીમાં (ધ ટીકલ્સ ફ્લાયકેચર) કહે છે, તેનું શાસ્ત્રીયનામ (મુસ્સીકાપૂલા ટીકેલાય) છે. આખા ભારતમાં વસે છે, અને સૌરાષ્ટ્રના ગીર માં તેનું પ્રજનન થાય છે. ઘાંટી જગ્યા અને છાંયો હોય ત્યાં વધુ જોવા મળે છે. તેમાં પણ વનમાં વહેતા પાણીના વોંકળા આસપાસ વધુ રહે છે. ભાવનગર વિસ્તારમાં શિયાળા દરમિયાન જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
કસ્તુરી કસ્તુરીને અંગ્રેજીમાં (ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ) કહે છે. તેનું શાસ્ત્રીય નામ (ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)) છે. કસ્તુરીનું કદ કાબર જેવડું હોય છે. ડુંગરાળ વન પ્રદેશમાં, ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડે તો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે. ચક-ચક અવાજ કરે છે. પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બિજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
ચિત્ર -- મથાળું
ઘંટી-ટાંકણો અથવા હુદહુદ આ પક્ષી ગુજરાતમાં મુખ્યત્વે શિયાળા દરમ્યાન જોવા મળે છે. આ પક્ષી બોલે ત્યારે જૂના જમાનામાં જોવા મળતી પથ્થરની ઘંટીને ટાંકતી વખતે થતા અવાજને મળતો આવતો અવાજ કરતું હોવાથી તેને ગુજરાતીમાં ઘંટી-ટાંકણો નામ અપાયું હોવાનું માનવામાં આવેલ છે. આ પક્ષીનું હિન્દી ભાષાનું નામ હુદહુદ છે જે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
૩
૪
૫
૬