ગુજરાતી વિકિસૂક્તિની શરુઆત ૬ ઑગષ્ટ, ૨૦૦૫નાં કરવામાં આવી હતી. વિકિસૂક્તિ એ સુવિચારો, સુવાક્યો, મહાપુરુષોના કથનો, કાવ્યો, કહેવતો, અંતિમ શબ્દો વગેરે જે લોકમુખે બોલાતું કે બોલાયેલું હોય તેવી ઊક્તિઓનો મુક્ત સંગ્રહ છે. વિશ્વભરની સુ-ઊક્તિઓ અહીં ગુજરાતીમાં લેખિત, દ્રષ્ય કે શ્રાવ્ય સ્વરુપે મૂકવામાં આવે છે. ગુજરાતી વિકિસૂક્તિમાં અત્યારે ૫૪૮ લેખો લખાયા છે.
વિકિસૂક્તિ દરેક ભાષામાં થતું એક મુક્ત ઑનલાઇન પ્રકાશન છે. જયાં સ્રોતની ખબર હોય ત્યાં સ્રોત સહિતના લેખ અને ગુજરાતી સિવાયની ભાષામાં પ્રખ્યાત સૂક્તિઓનો અનુવાદ પણ તમે કરી શકો છો. જો તમે વિકિસૂક્તિ કે વિકિનાં અન્ય પ્રકલ્પોમાં હમણા જ જોડાયા હો તો તમારે મદદની જરુર પડશે. આમ તો તમારે સહાયની જરુર પડે તે માટે મદદનાં પાનાંનું આયોજન છે, પરંતુ હાલ હજુ મદદનાં પાનાંતૈયાર કરવાનાં બાકી છે. વિકિસૂક્તિનાં આ પ્રાથમિક તબક્કામાં વધુ માહિતી માટે અંગ્રેજી વિકિક્વોટમાં જોવા વિનંતી. તમારે ટાઇપ કરતાં કાંઇક પ્રયોગ કરીને જોવું હોય તો તેનાં માટે કોઇ લેખમાં પ્રેક્ટીસ કરવાને બદલે તમે પ્રયોગસ્થળમાં પહેલાં ટાઇપ કરી શકો છો. પ્રયોગસ્થળ એ પ્રયોગ માટે જુદું રાખેલ પાનું હોવાથી તમે ત્યાં કાંઇપણ ટાઇપ કરી શકો. એટલું જ નહી પણ તમે ત્યા કરેલું ટાઇપીંગ ત્યાં રાખી મૂકેલ હોય તો બીજા મિત્રો પણ તે દ્વારા શીખી શકે.
संस्कृतं राष्ट्रियैकतायाः प्रतीकम् अथवा सारभूतमस्ति । तथा च एशियाखण्डस्य जगतः अन्यभागानां च संयोजनसूत्रमस्ति । संस्कृतं केवलं सैद्धान्तिकम् आराधनवस्तु न । जीवितरूपेण समृद्धभाषारूपेणा च तस्य अध्ययनं प्रसारः च कवेः कालिदासस्य श्रद्धाञ्जलिमात्रं न अपि तु भविष्यदर्थम् आत्मानं सिद्धं कर्तुम् उपक्रमश्च वर्तते ।